જીતના જશ્નમાં ડૂબ્યા જો બાઇડેન, ડોનાલ્ડ ટ્રમ્પ બોલ્યા- આ લોકો ચોર છે, આ ચોરીની ચૂંટણી હતી
ડોનાલ્ડ ટ્રમ્પ (USA President Donald Trump)એ એકવાર ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીમાં બાઇડેનની જીતને લઈને નિશાન સાધ્યુ છે. તેમણે કહ્યું કે, અમે જાણીએ છીએ કે આ લોકો ચોર છે.
Trending Photos
વોશિંગટનઃ અમેરિકામાં યોજાયેલી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump Big News)એ હારનો સામનો કરવો પડ્યો છે. તો જો બાઇડેન રાષ્ટ્રપતિ પદ (Joe Biden Latest News) પદ પર જીત હાસિલ કર્યા બાદ ખુબ ઉત્સાહિત છે. ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલા કમલા હેરિસ અને જો બાઇડેન આગળની તૈયારીમાં લાગી ગયા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ આ જીતને માનવા તૈયાર નથી. તેઓ આ જીતને બેઇમાનીથી મેળવેલી જીત માની રહ્યાં છે. સતત હુમલો કરી રહેલા ટ્રમ્પે ફરી એકવાર ટ્વીટ કર્યું છે. તેઓ લખે છે કે અમે માનીએ છીએ કે તે લોકો ચોર છે. શહેરનું મોટું તંત્ર ભ્રષ્ટાચારમાં લિપ્ત થઈ ચુક્યું છે. આ ચોરીની ચૂંટણી હતી.
ટ્રમ્પે તે પણ કહ્યું, 'બ્રિટનમાં ઓપિનિયન પોલનો સ્ટીક અંદાજ લગાવનારે રવિવારે લખ્યુ કે, આ સ્પષ્ટ રીતે ખોટી રીતે જીતવામાં આવેલી ચૂંટણી છે. સાથે કહેવામાં આવ્યું કે તે વિચારી પણ શકાય નહીં કે તે રાજ્યોના કેટલાક ભાગમાં બાઇડેન ઓબામાની જીતના આંકડાને પાર કરી ગયા. આ વાતની ક્યાં કોઈ અસર પડે છે. તેણે જે ચોરી કરવી હતી, તે તેણે ચોરી કરી લીધી.'
.... 'તેનો લાંબો ઈતિહાસ છે'
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ, આપણે મતો પર પણ ધ્યાન આપવું જોઈએ. આપણે સારણીકરણની પ્રક્રિયાની બસ શરૂઆત કરી રહ્યાં છીએ. આપણે તે આરોપોને પણ જોવા જોઈએ. આપણે મોટી સંખ્યામાં એવા શપથ પત્રોને પણ જોઈ રહ્યાં છીએ જેમાં મતદાન સંબંધિત છેતરપિંડી સામે આવી છે. આ દેશમાં ચૂંટણી સંબંધી સમસ્યાઓનો એક લાંબો ઈતિહાસ છે. આ પહેલા ટ્રમ્પે ટ્વીટમાં લખ્યુ હતુ- 7 કરોડ 10 લાખ કાયદેસર મત. અમેરિકી ઈતિહાસમાં હાલના રાષ્ટ્રપતિને મળનાર સૌથી વધુ મત.
ટ્રમ્પે આ પણ લગાવ્યો આરોપ
ડોનાલ્ડ ટ્રમ્પે તે વાતનો પણ આરોપ લગાવ્યો હતો કે મોટી સંખ્યામાં મેલ ઇન બેલેટ્સ નક્કી સમય (રાતે 8 કલાક) બાદ પણ આવ્યા હતા. તે સમયે તો મતદાન સમાપ્ત થઈ ગયું હતું. ટ્રમ્પે આ વાતની માગ કરી કે મતની ગણતરી ન કરવામાં આવે. તો આ મામલામાં પેન્સિલ્વેનિયાની એક કોર્ટે કહ્યું હતું કે, જો બેલેટ વોટિંગ વાળા દિવસ પહેલા મોકલવામાં આવ્યું તો વોટ ચૂંટણીના દિવસે મતલબ 3 નવેમ્બરના ત્રણ દિવસ બાદ પણ મળે તો તેની ગણના કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે