વોશિંગટન: કોરોના મહામારીને લઇને અમેરિકા અને ચીન વચ્ચે તનાવ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપતા કહ્યું કે, જો તેણે કોરોના પર અમેરિકાના સવાલના જવાબ ન આપ્યા તો, બંને દેશના વેપાર સોદો બંધ થઈ જશે. જણાવી દઇએ કે, આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા અને ચીને ટ્રેડ વોર પર વિરામ લગાવતા પહેલા ચરણનું વેપાર સોદા પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકા શરૂથી જ કોરોના માટે બેઇજિંગને જવાબદાર ગણાવી રહ્યું છે. અમેરિકન એજન્સિઓ તે જાણકારી મેળવી રહી છે કે, શું દુનિયાભરમાં કોરોના ફેલાવવા પાછળ ચીનનો હાથ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બંને દેશોની વચ્ચે આ કરાર લગભગ તૈયાર છે. જેના અંતર્ગત ચીનને 200 બિલયન ડોલરના અમેરિકન ઉત્પાદ ખરીદવાના છે. જો કે, યૂએસ-ચીન આર્થિક અને સુરક્ષા સમીક્ષા આયોગના એક રિપોર્ટમાં કહ્યું છે કે, ચીન કરારમાં શરત ઉમેરી શકે છે. કુદરતી આપત્તિ અથવા અન્ય અણધાર્યા બનાવની ઘટનામાં બંને દેશો વચ્ચેના વેપાર પરામર્શનું નવીકરણ કરવામાં આવશે. વ્હાઇટ હાઉસની પ્રેસ કોન્ફરન્સમાં આ વિષય પર બોલતા ટ્રમ્પે કહ્યું કે જો ચીન આ કરે તો અમે કરાર રદ કરીશું અને જે હું કરી શકું છું. રાષ્ટ્રપતિને પૂછવામાં આવ્યું કે તેમને કેટલો વિશ્વાસ છે કે ચીન વેપાર સોદામાં ઉલ્લેખિત કુદરતી આપત્તિથી સંબંધિત શરત ઉમેરશે નહીં?


ડોનાલ્ડ ટ્રમ્પ ચીનને ધમકી આપવાની સાથે જ પોતાની પીઠ થપથપાવાનું ભૂલ્યા નહીં. તેમણે પુનરાવર્તન કર્યું હતું કે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પહેલા ચીન યુનાઇટેડ સ્ટેટ્સને લૂંટતું આવ્યું છે. કહ્યું કે 'હાલ સુધીમાં કોઈએ ચીન પ્રત્યે કડક વલણ અપનાવ્યું નથી'. તેમણે વધુમાં કહ્યું, ચાલો એક નજર કરીએ, દર વર્ષે 200 અબજ ડોલર, 300 અબજ ડોલર, 400 અબજ ડોલર, 500 અબજ ડોલર, તેઓએ આ કેવી રીતે થવા દીધું? હવે, જો તમે પાછલા વર્ષ પર નજર નાખો, તો તમે જોશો કે ખાધ ઓછી થઈ ગઈ છે '.


જણાવી દઇએ કે, ટ્રમ્પે 2018 માં ચીન સાથે વેપાર યુદ્ધ શરૂ કર્યું હતું. તેણે બેઇજિંગમાંથી વ્યાપારિક ખાધમાં મોટા પાયે ઘટાડવાની માંગ કરી હતી, જે 2017 માં 375.6 બિલયન ડોલર હતી. બંને દેશોએ અત્યાર સુધીમાં લગભગ અડધા ટ્રિલિયન ડોલરના માલ પર વધારાના ટેરિફ લગાવી દીધા છે.


અમેરિકાએ USD 360 બિલયનથી વધારે ચીની ચીજવસ્તુઓ પર ટેરિફ લગાવી દીધી છે અને ચીને USD110 બિલિયનના અમેરિકન ઉત્પાદનો પર વધારે ટેરિફ લગાવ્યો છે. આ વિશે બોલતા ટ્રમ્પે કહ્યું, "હવે તે ખૂબ જ અલગ છે, પરંતુ ઘણી વસ્તુઓ થઈ રહી છે." અચાનક અમારી સામે એક અદૃશ્ય દુશ્મન આવી ગયો છે. અમને લાગે છે કે આપણે જાણીએ છીએ કે તે ક્યાંથી આવ્યો છે, અને અમે તે વિશે વાત કરીશું. ચીન વિશે મારા કરતા વધુ કડક કોઈ નથી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube