ડોનાલ્ડ ટ્રંપે કહ્યું- અમેરિકનોને પ્રાર્થનાની જરૂરીયાત, હું ઈચ્છું છું કે તમામ પ્રાર્થના સ્થળ ખોલવામં આવે
કોરોના વાયરસ (Coronavirus)ની ગતીને નિયંત્રિત કરવામાં અત્યાર સુધી અસફળ સાબિત થતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ને લાગે છે કે, પ્રાર્થનાની શક્તિથી તેઓ જંગને જીતી શકે છે. કદાચ આ કારણ છે કે, તેમણે તમામ રાજ્યોના ગવર્નરોને ટુંક સમયમાં પ્રાર્થના સ્થળ ખોલવાનું કહ્યું છે. ટ્રંપે વ્હાઇટ હાઉસમાં આયોજિત એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે હું બધા ચર્ચો, સભાસ્થાનો અને મસ્જિદોને મહત્વપૂર્ણ સ્થળો તરીકે ઓળખું છું, જે તાત્કાલિક સેવાઓ પ્રદાન કરે છે.
વોશિંગટન: કોરોના વાયરસ (Coronavirus)ની ગતીને નિયંત્રિત કરવામાં અત્યાર સુધી અસફળ સાબિત થતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (Donald Trump)ને લાગે છે કે, પ્રાર્થનાની શક્તિથી તેઓ જંગને જીતી શકે છે. કદાચ આ કારણ છે કે, તેમણે તમામ રાજ્યોના ગવર્નરોને ટુંક સમયમાં પ્રાર્થના સ્થળ ખોલવાનું કહ્યું છે. ટ્રંપે વ્હાઇટ હાઉસમાં આયોજિત એક ન્યૂઝ કોન્ફરન્સમાં કહ્યું કે, આજે હું બધા ચર્ચો, સભાસ્થાનો અને મસ્જિદોને મહત્વપૂર્ણ સ્થળો તરીકે ઓળખું છું, જે તાત્કાલિક સેવાઓ પ્રદાન કરે છે.
આ પણ વાંચો:- COVID-19 વેક્સીનની ટ્રાયલ બીજા ફેઝમાં, બાળકો અને વૃદ્ધોમાં થશે તપાસ
તેમણે વધુમાં કહ્યું કે, તમામ રાજ્યપાલોને આ દિશામાં કામ કરવાની જરૂરીયાત છે અને તેમણે આ ખુબજ મહત્વપૂર્ણ સ્થળોને જલદી ખોલવાની પરવાનગી આપવી જોઇએ. સાથે જ ડોનાલ્ડ ટ્રંપે તે પણ સ્પષ્ટ કર્યું કે, જો ગવર્નર કંઈ નહીં કરે, તો ફરી તેમણે કોઈ નિર્ણય લેવો પડશે. રાષ્ટ્રપતિએ કહ્યું, ગવર્નર જલદી નિર્ણય લે, જો તેઓ કંઈ નહીં કરે તો પછી મારે તેમની વિરૂદ્ધ જવું પડશે. અમેરિકામાં આપણે ઓછી નહીં, પરંતુ વધારે પ્રાર્થનાની જરૂરીયાત છે.
આ પણ વાંચો:- કરાચીમાં પ્લેન ક્રેશ થયું તેની ગણતરીની સેકન્ડ પહેલાનો VIDEO આવ્યો સામે
અમેરિકામાં આવશ્યક સેવાઓના નિર્ધારણ સંઘીય સરકારની જગ્યાએ રાજ્ય અને સ્થાનીક અધિકારીઓને વિશેષાધિકાર છે. કેટલા રાજ્યોમાં કોરોનાના પ્રકોપને જોઈ ધાર્મિક સ્થળને બંધ રાખવામાં આવ્યા છે. ત્યાં ગૃપમાં પ્રાર્થના કરવા પર પ્રતિબંધ છે. કેટલાક ક્ષેત્રોમાં કડક સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો અંતર્ગત ચર્ચ ખુલ્લા છે. પરંતુ ટ્રંપ ઈચ્છે છે કે, તમામ પ્રાર્થના સ્થળોને આવશ્યક સેવાઓમાં સામેલ અન્ય સ્થળોની જેમ ખોલવાની પરવાનગી આપવામાં આવે. જેમાં મેડિકલ સ્ટોર, રેસ્ટોરાં, સુપરમાર્કેટ, હોસ્પિટલ અને ક્લિનિકની સાથે દારૂની દુકાનો વગેરે છે.
આ પણ વાંચો:- પાકિસ્તાને ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, આ મુસ્લિમ દેશે પક્ષ ખેંચી આપ્યો જડબાતોડ જવાબ
રાષ્ટ્ર પતિ ટ્રંપે કહ્યું, કેટલાક ગવર્નરોએ દારુની દુકાનો અને ગર્ભપાત ક્લીનિકોને આવશ્યક સેવા ગણી છે, પરંતુ ચર્ચ અને અન્ય પ્રાર્થના સ્થળોને છોડી દીધા છે. આ યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, કોરોના કાળમાં ગર્ભપાત ક્લીનિક ખોલવાનો નિર્ણય લઇને ઘણી ચર્ચાઓ થઈ ચુકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube