પાકિસ્તાને ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, આ મુસ્લિમ દેશે પક્ષ ખેંચી આપ્યો જડબાતોડ જવાબ

આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ઈજ્જતના ફરી ધજાગરા ઉડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતમાં ઈસ્લામોફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો. માલદીવે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો જે હરકતો કરી રહ્યાં છે અથવા તો નિવેદનબાજી કરે છે તેને 130 કરોડ ભારતીયોના મત સમજી શકાય નહીં. માલદીવે સાથે એ પણ કહ્યું કે ઈસ્લામોફોબીયાને લઈને ઓઆઈસીએ દક્ષિણ એશિયાના કોઈ એક દેશ પર નિશાન સાધવું જોઈએ નહીં. 

Updated By: May 23, 2020, 06:34 AM IST
પાકિસ્તાને ભારત પર લગાવ્યો ગંભીર આરોપ, આ મુસ્લિમ દેશે પક્ષ ખેંચી આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાનની ઈજ્જતના ફરી ધજાગરા ઉડ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (ઓઆઈસી)ની વર્ચ્યુઅલ મીટિંગ યોજાઈ હતી. પાકિસ્તાને આરોપ લગાવ્યો કે ભારતમાં ઈસ્લામોફોબિયા ફેલાવવામાં આવી રહ્યો છે. પાકિસ્તાનના આરોપોનો માલદીવે જડબાતોડ જવાબ આપ્યો. માલદીવે કહ્યું કે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો જે હરકતો કરી રહ્યાં છે અથવા તો નિવેદનબાજી કરે છે તેને 130 કરોડ ભારતીયોના મત સમજી શકાય નહીં. માલદીવે સાથે એ પણ કહ્યું કે ઈસ્લામોફોબીયાને લઈને ઓઆઈસીએ દક્ષિણ એશિયાના કોઈ એક દેશ પર નિશાન સાધવું જોઈએ નહીં. 

અત્રે જણાવવાનું કે ઓઆઈસીના રાજદૂતની આયોજિત થયેલી આ બેઠકમાં દક્ષિણ એશિયામાં ઈસ્લામોફોબિયા વધવા મુદ્દે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન પાકિસ્તાનના રાજદૂત મુનીર અકરમે પ્રસ્તાવ રજુ કર્યો કે ભારત સક્રિય રીતે ઈસ્લામોફોબિયાના એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યું છે. 

ઈસ્લામિક સહયોગ સંગઠન (ઓઆઈસી)ના માનવાધિકાર આયોગે પણ ભારત પર કોરોના વાયરસ દ્વારા મુસ્લિમોની છબી ખરાબ કરીને ઈસ્લામોફોબિયા ફેલાવવાનો આરોપ લગાવ્યો અને તેની ટીકા કરી હતી. ઓઆઈસીએ કહ્યું કે ભારત સરકાર ઈસ્લામોફોબિયાની લહેરને રોકવા માટે તત્કાળ પગલાં ભરે અને મુસ્લિમ સમુદાયના અધિકારોની સુરક્ષા કરે. 

જુઓ LIVE TV

યુએનમાં માલદીવના સ્થાયી પ્રતિનિધિ થીલમીઝા હુસૈને કહ્યું કે  કેટલાક ભટકેલા લોકો દ્વારા સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવેલી વાતોને ભારતના 130 કરોડ લોકોના મત ગણી શકાય નહીં. ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર છે. ત્યાં અનેક ધર્મો ઉપરાંત 20 કરોડ મુસલમાનો પણ રહે છે. આવામાં ઈસ્લામોફોબિયાની વાત કરવી બેકાર છે કારણ કે તેમાં કોઈ તથ્ય નથી.