કરાચીમાં પ્લેન ક્રેશ થયું તેની ગણતરીની સેકન્ડ પહેલાનો VIDEO આવ્યો સામે
ઓછામાં ઓછા 100 લોકોથી ખચોખચ ભરેલું વિમાન રનવે પર લેન્ડિંગ કરવાની જગ્યાએ રહેણાંક વિસ્તારમાં મકાનો પર જઈને તૂટી પડ્યું. ગણતરીની પળોનું અંતર અને અનેક જિંદગીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ. પાકિસ્તાનના કરાચીના જેહનમાં થયેલા આ દર્દનાક અકસ્માતે દરેકને હચમચાવી નાખ્યાં.
Trending Photos
કરાચી: ઓછામાં ઓછા 100 લોકોથી ખચોખચ ભરેલું વિમાન રનવે પર લેન્ડિંગ કરવાની જગ્યાએ રહેણાંક વિસ્તારમાં મકાનો પર જઈને તૂટી પડ્યું. ગણતરીની પળોનું અંતર અને અનેક જિંદગીઓ મોતના મુખમાં હોમાઈ ગઈ. પાકિસ્તાનના કરાચીના જેહનમાં થયેલા આ દર્દનાક અકસ્માતે દરેકને હચમચાવી નાખ્યાં. જિન્નાહ ઈન્ટરનેશનલ એરપોર્ટથી થોડે દૂર રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું તે અગાઉ પાઈલટે કંટ્રોલ રૂમને પોતાનો છેલ્લા કોલમાં જોખમ અંગે સચેત કર્યા હતાં. હવે એક એવો વીડિયો સામે આવ્યો છે કે જેમાં આ વિમાન માટે જીવન અને મોત વચ્ચે અંતર બની રહેલા ગણતરીના છેલ્લા પળોને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે.
પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનું એક પેસેન્જર પ્લેન શુક્રવારે અહીં જિન્નાહ એરપોર્ટ પાસે ગાઢ વસ્તીવાળા રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. ડાઉન વેબસાઈટના અહેવાલ મુજબ આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 76 લોકોના મોત થયા છે. વિમાનમાં કુલ 99 લોકો સવાર હતાં. આ વિમાન PK-8303 લાહોરથી કરાચી આવી રહ્યું હતું. કરાચીમાં ઉતરણ કરવાનું હતું અને એક મિનિટ પહેલા મોડલ કોલોની પાસે જિન્નાહ ગાર્ડનમાં ક્રેશ થયું. વિસ્તારનું એક સીસીટીવી ફૂટેજ મળ્યું છે જેમાં જોવા મળે છે કે કેવી રીતે વિમાન મકાનો પર જઈને તૂટી પડ્યું.
PK8303’s nose was up and landing gear seems to have been deployed as it’s last moments were caught by a CCTV camera installed on a roof in the Karachi residential neighbourhood it crashed in - pilots seemed to have been doing their best to land the plane pic.twitter.com/2CGA3zyCMl
— omar r quraishi (@omar_quraishi) May 22, 2020
પાકિસ્તાનના અખબાર ડોનના જણાવ્યાં મુજબ સ્પષ્ટ નથી થયું કે માર્યા ગયેલા તમામ લોકો વિમાનમાં સવાર મુસાફરો હતાં કે પછી રહેણાંક વિસ્તારના ભોગ બનેલા લોકો હતાં. સિંધના સ્વાસ્થ્યમંત્રી ડો.અજરા પેચુહોએ કહ્યું કે અકસ્માતમાં 3 લોકો બચ્યા છે. બેંક ઓફ પંજાબના અધ્યક્ષ ઝફ મસૂદ આ અકસ્માતમાં બચ્યા છે. ભયાનક અકસ્માતમાં જીવ બચ્યો તો મસૂદે પોતાના માતાને ફોન કરીને પોતે કુશળ હોવાની વાત કરી.
રાષ્ટ્રપતિ આરિફ અલવીએ વિમાન અકસ્માતમાં લોકોના મોત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ વિમાન અકસ્માતમાં લોકોના મોત પર દુ:ખ વ્યક્ત કરતા ઘાયલોના જલદી સ્વસ્થ થવાની કામના કરી છે.
જુઓ LIVE TV
PIAના પ્રવક્તા અબ્દુલ્લા હાફીઝે જણાવ્યું કે વિમાનનો સ્થાનિક સમય મુજબ બપોરે 2.37 વાગે એરપોર્ટ સાથે સંપર્ક તૂટ્યો હતો. હાલ જો કે વિમાનમાં આવેલી કોઈ ટેક્નિકલ ગડબડી અંગે કઈ પણ કહેવું ઉતાવળભર્યુ રહેશે. પાકિસ્તાનમાં 7 ડિસેમ્બર 2016 બાદ આ પહેલો મોટો વિમાન અકસ્માત છે. જ્યારે ચિત્રાલથી ઈસ્લામાબાદ જઈ રહ્યું એક પીઆઈએ એટીઆર-42 વિમાન અધવચ્ચે જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેમાં સવાર તમામ 48 લોકોના મોત થયા હતાં. મૃતકોમાં ગાયક અને ખ્રિસ્તિ ધર્મના પ્રચારક જૂનેદ જમશેદ પણ સામેલ હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે