Turkey Earthquake: તુર્કી-સીરિયામાં ભૂકંપથી મૃત્યુઆંક 34,000ને પાર ગયો, લૂંટફાટની ઘટનાઓએ ટેન્શન વધાર્યું
Turkey Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા ભયંકર ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે સીરિયાના અનેક વિસ્તારોમાં રાહત મોકલવી મુશ્કેલ બની છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ ત્રાસદીમાં અત્યાર સુધીમાં 35 હજાર લોકોના જીવ ગયા છે. રવિવારે પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું. આશ્ચર્યની વાત એ છે કે ભૂકંપના પાંચમા દિવસે પણ કાટમાળમાંથી લોકોને જીવતા બહાર કાઢવામાં આવી રહ્યા છે.
તુર્કી અને સીરિયામાં આવેલા ભયંકર ભૂકંપ બાદ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. જ્યારે સીરિયાના અનેક વિસ્તારોમાં રાહત મોકલવી મુશ્કેલ બની છે. એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ ત્રાસદીમાં અત્યાર સુધીમાં 35 હજાર લોકોના જીવ ગયા છે. રવિવારે પણ રાહત અને બચાવ કાર્ય ચાલુ રહ્યું. આશ્ચર્યની વાત એ છે કે ભૂકંપના પાંચમા દિવસે પણ કાટમાળમાંથી લોકોને જીવતા બહાર કાઢવામાં આવી રહ્યા છે. રવિવારે એક ગર્ભવતી મહિલા અને બે બાળકોને કાટમાળમાથી બહાર કાઢવામાં આવ્યા છે. આ બધા વચ્ચે યુએનનું રાહત અને બચાવ દળ પણ તુર્કીના જ રસ્તે સીરિયા પહોંચ્યું. એજન્સીના રિલીફ ચીફ માર્ટિન ગ્રિફિથ્સે કહ્યું કે અહીં ખુબ વધુ તબાહી થઈ છે આવામાં ઈન્તેજામ અપુરતા છે.
તેમણે કહ્યું કે અત્યાર સુધીમાં અમે ઉત્તર પશ્ચિમ સીરિયાના લોકો સુધી મદદ પહોંચાડવામાં સફળ થયા નહતા. તેઓ એકલા મહેસૂસ કરી રહ્યા હતા. તેઓ આંતરરાષ્ટ્રીય મદદની રાહ જોઈ રહ્યા હતા. અત્રે જણાવવાનું કે સીરિયામાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવના કારણે હેલ્થકેર સિસ્ટમ પહેલેથી જ તબાહ થઈ ચૂકી છે. અહીં બહારથી આવનારી ચીજોનો સપ્લાય પણ ઠપ થઈ ગયો છે. અહીં રાષ્ટ્રપતિ બશર અલ અસદ વિરુદ્ધ વિદ્રોહ કરનારાઓના હાથમાં નિયંત્રણ છે. અસદ પણ પશ્ચિમી પ્રતિબંધોનો સામનો કરી રહ્યા છે.
યુએનની આ ટુકડી બાબ અલ હવા બોર્ડરના રસ્તે સીરિયા પહોંચી. યુએનએ 10 ટ્રક આ વિસ્તારમાં મોકલ્યા છે. જેમાં શેલ્ટર કિટ્સ, પ્લાસ્ટિક શીટ, રસ્સી, સ્ક્રૂ અને ખીલા, કંબલ, ગાદલા અને ચટાઈ છે. જ્યારે અસદે રવિવારે યુએનને આ મદદ માટે આભાર પણ માન્યો. યુએઈએ કરોડો ડોલરની મદદનું આશ્વાસન આપ્યું છે.
અફઘાનિસ્તાનની સ્કૂલમાંથી આ ત્રણ લોકોએ પૂરી કરી પાયલટની ટ્રેનિંગ, મળ્યું સર્ટિફિકેટ
તુર્કીમાં 6 દિવસ બાદ કાટમાળમાંથી જીવતો નીકળ્યો માણસ, રેસ્ક્યુ ટીમ પણ ચોંકી
WHO ની મોટી ચેતવણી, ભૂલમાં પણ ન કરો આ કામ, બાકી કોરોનાની જેમ તબાહી મચાવશે નવો વાયરસ
લૂંટ અને અપરાધ બન્યા મુસીબત
સીરિયામાં હાલત એ છે કે ભૂકંપ બાદ લૂટ અને અપરાધ વધી ગયા છે. આ મામલાઓમાં અનેક લોકોની ધરપકડ કરાઈ છે. તુર્કી અને સીરિયા બંને જગ્યાએ અપરાધિક પ્રવૃત્તિના લોકો લૂટની કોશિશ કરી રહ્યા છે. ઈઝરાયેલની એક રિલીફ ઓર્ગેનાઈઝેશને કહ્યું કે રાહત બચાવ દળની સુરક્ષાને જોતા તેઓ તુર્કીથી પોતાના દેશ પાછા ફર્યા છે. યુએનએ કહ્યું કે લગભગ 9 લાખ લોકોને તુર્કી અને સીરિયામાં ગરમ ભોજનની જરૂર છે. તુર્કીની ડિઝાસ્ટર એજન્સીએ કહ્યું કે તેમના લગભગ 32 હજાર લોકો રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. આવામાં 10 હજાર લોકો અન્ય દેશના છે.
લોકોમાં વધ્યો આક્રોશ
સીરિયાનું કહેવું છે કે આ સપ્તાહે 62 વિમાન મદદ લઈને પહોંચયા. આ તમામ સાઉદી અરબથી પહોંચ્યા છે. યુએનના મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે સિક્યુરિટી કાઉન્સિલને તુર્કી અને સીરિયામાં નવા બોર્ડર ક્રોસ પોઈન્ટથી મદદ પહોંચાડવાનો આગ્રહ કર્યો છે. તુર્કીમાં માતમ અને આક્રોશ બંને પ્રસરેલો છે. લોકો સરકારના કામથી સંતુષ્ટ નથી. અધિકારીઓનું કહેવું છે કે ભૂકંપમાં લગભગ 12,141 ઈમારતો નષ્ટ થઈ છે. તુર્કીની પોલીસે અનેક કોન્ટ્રાક્ટર્સની ધરપકડ પણ કરી છે. જ્યારે લૂટફાટના આરોપમાં પણ 48 લોકોની ધરપકડ થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube