Turkiye Earthquake: તુર્કીમાં 6 દિવસ બાદ કાટમાળમાંથી જીવતો નીકળ્યો માણસ, રેસ્ક્યુ ટીમ પણ ચોંકી

Turkiye Earthquake: ભૂકંપ પછીના લગભગ 149 કલાક પછી તુર્કીયના દક્ષિણપૂર્વના હેટમાં એક રોમાનિયાની રેસ્ક્યૂ ટીમે મુસ્તુફા નામના એક 35 વર્ષીય વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢ્યો છે. એક ખાનગી ચેનલે આ સમાચાર બ્રોડકાસ્ટ કર્યા હતાં. 

Turkiye Earthquake: તુર્કીમાં 6 દિવસ બાદ કાટમાળમાંથી જીવતો નીકળ્યો માણસ, રેસ્ક્યુ ટીમ પણ ચોંકી

Turkiye Earthquake: તુર્કી અને સીરિયામાં મરનારા લોકોની સંખ્યા અત્યારે 28000થી વધુ થઈ ગઈ છે અને તેમાં હજુ પણ વધી શકે છે. રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગન 1939 પછી તુર્કીમાં આવેલાં સૌથી વિનાશકારી ભૂકંપના સવાલોનો સામનો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ તૈયપ એર્દોગને અઠવાડિયાની અંદર પુનનિર્માણ શરૂ કરવાનો વાયદો કર્યો છે. તેમને કહ્યું કે, હજારો બલ્ડિંગ તૂટી ગઈ છે પણ અમે તેને જલદીથી છૂટકારો મેળવીશું. તુર્કી અને સીરિયામાં આવેલાં વિનાશકારી ભૂકંપને લીધે મોટું નુકસાન થયું છે. સોમવારે ભૂંકપ પછી તુર્કી અને સીરિયામાં મરનારા લોકોની સંખ્યા 28 હજારથી વધુ થઈ ગઈ છે. બંને દેશોમાં રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન મોટાભાગના લોકોના શબ બહાર કાઢવામાં આવી રહ્યા છે. પણ આજે તુર્કીના અંકારામાં મોટો ચમત્કાર થયો છે. અહીંની રેસ્ક્યૂ ટીમે 149 કલાક કાટમાળમાં એક જીવિત વ્યક્તિને બહાર કાઢી છે.
 

Just heartbreaking pic.twitter.com/WQBbwnLBF8

— Abier (@abierkhatib) February 6, 2023

 

ભૂકંપ પછીના લગભગ 149 કલાક પછી તુર્કીયના દક્ષિણપૂર્વના હેટમાં એક રોમાનિયાની રેસ્ક્યૂ ટીમે મુસ્તુફા નામના એક 35 વર્ષીય વ્યક્તિને કાટમાળમાંથી બહાર કાઢ્યો છે. એક ખાનગી ચેનલે આ સમાચાર બ્રોડકાસ્ટ કર્યા હતાં. રેસ્ક્યૂ ટીમના એક મેમ્બરે કહ્યું કે, તેમનું સ્વાસ્થ્ય સારું છે. તે વાત કરી શકે છે. તે કહેતો હતો કે, મને ઝલદીથી અહીંથી કાઢો, મને ક્લોસ્ટ્રોફોબિયા તઈ ગયો છે. જે પછી ટીમે તરત જ તેને હોસ્પિટલમાં દાખલ કરાવ્યો છે. જ્યાં તેની વધુ સારવાર ચાલી રહી છે.

સીરિયામાં વિદ્રોહિયોના કબજાવાળા ઉત્તર-પશ્ચિમમાં સૌથી વધુ નુકસાન થયું છે. દેશમાં એક દશક જૂના ગૃહયુદ્ધથી વિસ્થાપિત થયા પછી બીજીવાર ઘમાં લોકો બેઘર થઈ ગયા છે. જોકે, આ વિસ્તારને સરકારના કબજાવાળા વિસ્તારની તુલનામાં ખૂબ જ ઓછી સહાયતા મળી છે. સીરિયામાં યૂરોપિય સંઘના દૂતે દમિશ્કને માનવીય સહાયતાના મુદ્દે રાજકારણ ના કરવાનો આગ્રહ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news