Turkey-Syria Earthquake Today: તુર્કીમાં સોમવારે એક પછી એક આવેલા ત્રણ મોટા ભૂકંપના ઝટકાથી દેશ હચમચી ગયો. યુએસ જિયોલોજીકલ સર્વે મુજબ ભૂકંપ બાદ 77 જેટલા નાના મોટા ઝટકા આવ્યા. જેમાંથી એક 7.6 અને બીજો 6ની તીવ્રતાવાળો હતો. તુર્કી અને સીરિયામાં અત્યાર સુધી ભૂકંપના કારણે 4300 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 15000થી વધુ લોકો ઘાયલ થયા છે. તુર્કીમાં સૌથી વધુ 5600 જેટલી ઈમારતો ભૂકંપના કારણે  તબાહ થઈ છે. 2379 લોકોના મોત થયા છે. જ્યારે સીરિયામાં સરકાર દ્વારા નિયંત્રિત વિસ્તારમાં 711 અને વિદ્રોહીઓના નિયંત્રણવાળા વિસ્તારમાં 740 લોકોના મોત થયા છે. સીરિયમાં 3531 લોકો જ્યારે તુર્કીમાં 14483 લોકો ઘાયલ થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તુર્કીમાં સોમવારે ભૂકંપના ત્રણ ઝટકાથી દહેશત ફેલાઈ ગઈ. સોમવારે સાંજે તુર્કીમાં ભૂકંપનો ત્રીજો ઝટકો પણ આવ્યો. રિક્ટર સ્કેલ પર  તેની તીવ્રતા 6.0 રહી. છેલ્લા 24 કલાકમાં તુર્કીમાં આ ત્રીજો ભૂકંપ છે. ભૂકંપથી 2818 ઈમારતો જમીનદોસ્ત થઈ ગઈ. કાટમાળની અંદરથી અત્યાર સુધીમાં 2470 લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે હજુ પણ અનેક હજારો લોકો કાટમાળમાં ફસાયેલા છે. મોટા પાયે બચાવ અને રાહત કાર્ય ચાલુ છે. એવી આશંકા વ્યક્ત  કરાઈ રહી છે કે 


યુવતીને એકલી જોઈ યુવકે કરી બળજબરી, યુવતી પણ વાઘણ જેવી નીકળી, પછી જે થયું...


તમારી પાસે 10 રૂપિયાની આ નોટ છે? ફટાફટ કરો ચેક...એક જ ઝટકે બની જશો અમીર!


એક એવી નદી કે જેના પાણીને સ્પર્શતા પણ લોકોના ટાંટિયા ધ્રુજે છે, જાણો ગુજરાતમાં છે કે..


સતત ત્રણ ભીષણ ઝટકા
તુર્કીમાં સતત ભૂકંપના ત્રણ ઝટકા આવી ચૂક્યા છે. ભૂકંપનો પહેલો આંચકો સોમવારે સવારે આવ્યો હતો. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8ની હતી. ત્યારબાદ બીજો આંચકો આવ્યો જેની તીવ્રતા 7.6ની હતી અને ત્રીજા ઝટકાની તીવ્રતા  6ની હતી. આ ઉપરાંત જો નાના નાના આંચકાને ગણીએ તો લગભગ 20 વાર હલી છે. વિશેષજ્ઞોનું માનવું છે કે આ આંચકા તુર્કી માટે મુસીબતની જડ બનશે. ભૂકંપના મોટા આંચકાઓના કારણે અહીં બિલ્ડિંગો ખુબ નબળી બની ચૂકી છે. ભૂકંપના પહેલા ઝટકામાં જે બિલ્ડિંગ બચી ગઈ તે બીજા ઝટકામાં તબાહ થઈ ગઈ. 


તબાહી વધશે
વિશેષજ્ઞોનું માનવું છે કે ભૂકંપના આ ત્રણ ઝટકા પછી વધુ આવેલા આફ્ટશોક્સના કારણે ત્યાંની ઈમારતો નબળી થઈ ગઈ છે. આ કારણે હવે તેમની ક્ષમતા બહુ રહી નથી. વિશેષજ્ઞો કહે છે કે જો એક તગડો આંચકા આવશે તો તુર્કીના લોકોનું દર્દ વધુ વધી શકે છે. જો આમ થયું તો જાનહાનિ થશે અને મોટા પાયે તબાહી મચશે. આ ઉપરાંત ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના પણ ખરાબ હાલ થશે. આવામાં એવું કહેવાઈ રહ્યું છે કે તુર્કીમાં વધુ એક તબાહી દરવાજો ખખડાવી રહી છે. 


7 દિવસનો રાષ્ટ્રીય શોક
તુર્કી અને સીરિયામાં ભૂકંપનાં પગલે તબાહી મચી છે. WHOએ જણાવ્યા મુજબ મૃત્યુનો આંક હજુ પણ અનેકગણો વધી શકે. ભૂકંપની ઘટનાને પગલે તુર્કીમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. 12 ફેબ્રુઆરી સુધી દેશનો ધ્વજ અડધી કાંઠીએ ફરકશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube