Article 370 પર અફવા ફેલાવવા બદલ પાકિસ્તાની રાષ્ટ્રપતિને Twitter ની નોટિસ !
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ આર્ટિકલ 370ની વિરુદ્ધ ટ્વીટર પર એખ વીડિયો શેર કર્યો હતો
નવી દિલ્હી : પાકિસ્તાન સતત આર્ટિકલ 370 હટાવવા મુદ્દે રાગ આલાપી રહ્યું છે. જો કે તેનો રાગ સાંભળવા માટે કોઇ તૈયાર નથી. એટલે સુધી કે યુનાઇટેડ નેશન પણ તેની અપીલ સાંભળવા તૈયાર નથી. આટલું થવા છતા પાકિસ્તાની નેતાઓ સોશિયલ મીડિયા દ્વારા સતત ભ્રમ ફેલાવવાનાં પ્રયાસો કરી રહ્યા છે અને માધ્યમોમાં ઝેર ઓકી રહ્યા છે. પરંતુ ટ્વીટર (Twitter) પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વીનાં આવું જ એક નિવેદન આપવા બદલ તેમને નોટિસ ફટકારી છે.
BJP નેતાઓનાં નિધન અંગે સાધ્વીએ કહ્યું વિપક્ષ કરે છે કાળા શક્તિઓનો પ્રયોગ
આ નોટિસ મુદ્દે પાકિસ્તાનનાં હ્યુમ રાઇટ્સ મિનિસ્ટર શિરિન મજારીએ ટ્વીટ કર્યું છે. મજારીએ ટ્વીટર કંપની પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ તેમણે કંપની દ્વારા રાષ્ટ્રપતિ આરિફને ઇશ્યું કરવામાં આવેલ નોટિસનો સ્ક્રીન શોટ પણ શેર કર્યો છે. જણાવ્યું છે કે સાચો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ટ્વીટર દ્વારા પણ ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.
શું છે જી7? શા માટે ચીન અને રશિયાને પણ આ ક્લબમાં સ્થાન નથી?
જમ્મુ કાશ્મીરના બદલાયેલા સંજોગો વચ્ચે આ યુવતિએ પ્રાપ્ત કર્યું મોટું લક્ષ્ય
આરીફ અલ્વીએ 24 ઓગષ્ટે, 01.30 સેકન્ડનો એક વીડિયો શેર કર્યો હતો. સાથે જ તેમણે લખ્યું કે, આ કાશ્મીરની સ્થિતી છે. એટલા માટે આ ટ્વીટને શક્ય તેટલું વધારે રિટ્વીટ કરવામાં આવે. તેમનાં આ ટ્વીટને અત્યાર સુધી 9300 લોકોએ રિટ્વીટ કર્યું છે. સાથે જ 16.9 હજાર લાઇક્સ અને 1600થી વધારે કોમેન્ટ્સ પણ મળી ચુકી છે. જો કે ટ્વીટરે આ ટ્વીટ અનુસંધાને પાકિસ્તાનનાં રાષ્ટ્રપતિને નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે.