પાકિસ્તાને `લદ્દાખ`ના હવામાનની સ્થિતિ બતાવવામાં કરી ભારે ભૂલ, લોકો ઉડાવી રહ્યા છે મજાક
ભારત (India)એ પોતાના વેધર બુલેટિનમાં ગિલગિત-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan)ને સામેલ કર્યા બાદ પાકિસ્તાન (Pakistan) ગભરાઇ ગયું છે. જવાબમાં પાકિસ્તાને પોતાના વેધર બુલેટિનમાં જમ્મૂ-કાશ્મીર (Jammu-Kashmir) અને લદ્દાખ (Ladakh)નું તાપમાન સામેલ કર્યું છે. જોકે આ દરમિયાન એક ભૂલ પાકિસ્તાન પર ભારે પડી ગઇ. જેના લીધે સોશિયલ મીડિયા પર તેની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે.
નવી દિલ્હી: ભારત (India)એ પોતાના વેધર બુલેટિનમાં ગિલગિત-બાલ્ટિસ્તાન (Gilgit-Baltistan)ને સામેલ કર્યા બાદ પાકિસ્તાન (Pakistan) ગભરાઇ ગયું છે. જવાબમાં પાકિસ્તાને પોતાના વેધર બુલેટિનમાં જમ્મૂ-કાશ્મીર (Jammu-Kashmir) અને લદ્દાખ (Ladakh)નું તાપમાન સામેલ કર્યું છે. જોકે આ દરમિયાન એક ભૂલ પાકિસ્તાન પર ભારે પડી ગઇ. જેના લીધે સોશિયલ મીડિયા પર તેની જોરદાર મજાક ઉડાવવામાં આવી રહી છે.
પાકિસ્તાના વેધર બુલેટિનમાં ભારતના જમ્મૂ-કાશ્મીર, શ્રીનગર, પૂલવામા અને લદ્દાખનું તાપમાન સામેલ કરવામાં આવ્યું છે. જેમાં લદ્દાખનું તાપમાન બતાવવામાં પાકિસ્તાનથી ભારે ચૂક થઇ ગઇ. જોકે બુલેટિનમાં પાકે -4 ડિગ્રીને વધુ એક -1 ડિગ્રીને ઓછું તાપમાન બતાવ્યું. પાકિસ્તાને પોતાના વેધર બુલેટિનમાં કહ્યું કે લદ્દાખમાં અધિકત્તમ તાપમાન -4 ડિગ્રી સેંટીગ્રેડ અને ન્યૂનતમ તાપમાન -1 ડિગ્રી સેંટીગ્રેડ છે. જ્યારે માઇનસ લાગતાં પોઇન્ટ વધારવાને સાથે તેની વેલ્યૂ ઓછી થઇ જાય છે. હવે આ વાતને લઇને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના લોકો જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. ઘણા સોશિયલ મીડિયા યૂઝર્સ પાકિસ્તાનને નકલ કરતાં પહેલાં શીખવાની સલાહ આપી રહ્યા છે.
એક યૂઝરે લખ્યું- RIP કોમન સેન્સ, -4 અધિકત્તમ અને -1 ન્યૂનતમ. ક્યાંથી વિજ્ઞાન શીખ્યા છો? તો અન્ય એક યૂઝરે લખ્યું- આ ટ્વિટ વાંચી લો તમામને પાકિસ્તાનની અધિકત્તમ ઔકાત અને ન્યૂનતમ કોમન સેંસની ખબર પડી જશે. તો તમામ યૂઝર્સે લખ્યું કે સ્કૂલ જાવ અને 'બાપ'ની નકલ કરવાનો પ્રયત્ન ન કરો.
કેન્દ્રીય સૂચના તથા પ્રસારણ સચિવ અમિત ખરેએ શુક્રવારે કહ્યું હતું કે દૂરદર્શન અને ઓલ ઇન્ડીયા રેડિયો ગઇલગિટ, મુફજફર્બાદ અને મીરપુર શહેરોમાં પણ હવામાનની જાણકારી આપશે. તેમણે આગળ કહ્યું હતું કે પ્રાઇવેટ ચેનલો પર પણ ટૂંક સમયમાં હવામાન રિપોર્ટ બતાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube