વોશિંગ્ટન : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમનો દેશ શીત યુદ્ધ દરમિયાન રસિયા સાથે કરેલી હથિયાર નિયંત્રણ સંધિથી અલગ થઇ જશે. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે રશિયાએ સમજુતીનું ઉલ્લંઘન કર્યું છે. મધ્યમ અંતરના પરમાણુ શક્તિ (આઇએનએફ) સંધિની અવધી આગામી બે વર્ષમાં ખતમ થવાની છે. વર્ષ 1987માં થયેલી આ સંધિ અમેરિકા અને યૂરોપ તથા દુરનાં પૂર્વમાં તેનાં સહયોગીઓની સુરક્ષામાં મદદ કરે છે. આ સંધિ અમેરિકા તથા રશિયાને 300થી 3400 માઇલ દુર સુધી માર કરનારી જમીનથી છોડી શકાય તેવી ક્રુઝ મિસાઇલના નિર્માણને પ્રતિબંધિત કરે છે. 

જેમાં તમામ જમીન આધારિત મિસાઇલનો પણ સમાવેશ થાય છે. ટ્રમ્પે નેવાદામાં શનિવારે પત્રકારોને કહ્યું કે, આ સમજુતીને ખતમ કરવા જઇ રહ્યા છે અને અમે તેનાથી બહાર થવા જઇ રહ્યા છે. ટ્રમ્પે તે સમાચારો અંગે પુછવામાં આવ્યું કે, તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન બોલ્ટન ઇચ્છે છે કે અમેરિકા ત્રણ દશક જુની સંધીથી અલગ થઇ જાય. 

આપણે તે હથિયારોને વિકસિત કરવી પડશે. વર્ષ 1987માં અમેરિકાનાં રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગન અને તેનાં તત્કાલીન યૂએસએસઆર સમકક્ષ મિખાઇલ ગોર્બાચેવે મધ્ય અંતર અને ટુંકા અંતરની મિસાઇલોનું નિર્માણ નહી કરવા માટે આઇએનએફ સંધિ પર હસ્તાક્ષર કર્યા હતા. અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, જ્યાં સુધી રશિયા અને ચીન એક નવી સમજુતી પર સંમત થઇ જાય ત્યા સુધી અમે સમજુતીને ખતમ કરી રહ્યા છીએ અને પછી હથિયારો બનાવવા જઇ રહ્યા છીએ. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્રમ્પે આરોપ લગાવ્યો, રશિયાએ સમજુતીનું ઉલ્લંધન કર્યું. તેઓ ઘણા વર્ષોથી તેનું ઉલ્લંઘન કરી રહ્યા છે. જ્યા સુધી રશિયા અને ચીન અમારી પાસે નથી આવતા અને એવું નથી કહેતા કે તે હથિયારોનું નિર્માણ કરીએ, ત્યા સુધી અમે તે હથિયારોને બનાવવા પડશે. જો રશિયા અને ચીન એવું કહેતા રહ્યા તો અમે સમજુતીનું પાલન કરતા રહીએ તો આ અસ્વીકાર્ય છે. 

જ્યાં સુધી બીજા દેશ તેનું ઉલ્લંઘન કરતા રહેશે ત્યા સુધી અમેરિકા આ સમજુતીનું પાલન નહી કરે. ટ્રમ્પે આરોપ લગાવ્યો કે તેમનાં પુર્વવર્તી બરાક ઓબામાએ તેના પર ચુપકીદી સાધી રાખીતેમણે કહ્યું કે, મને નથી ખબર કે કેમ ઓબામાએ વાતચીત કરવા અથવા બહાર નિકળવાનો પ્રયાસ ના કર્યો. 

અમે તે જ છીએ સમજુતી પર યથાવત્ત રહ્યા અને અમે સમજુતીનું સન્માન કર્યું. બીજી તરફ રશિયાનાં ઉપવિદેશ મંત્રી સર્ગેઇ રયાબકોવે રવિવારે કહ્યું કે, અમેરિકાએ સમજુતીથી હટવું એક ખતરનાક પગલું છે. રયાબકોવે પત્રકાર સમિતિ તાસને કહ્યું કે, આ ખુબ જ ખતરનાક પગલું હશે.  મને વિશ્વાસ છે કે માત્ર આંતરરાષ્ટ્રીય સમુદાય તેને સમજુતી પરંતુ તેની આકરી નિંદા પણ કરવામાં આવશે.