દુબઈઃ સંયુક્ત અરબ અમીરાત (UAE) ની અંતરિક્ષ એજન્સીએ ઈતિહાસ રચતા પ્રથમ પ્રયાસમાં પોતાના અંતરિક્ષયાનને મંગળની કક્ષામાં સફળતાપૂર્વક પહોંચાડી દીધો છે. યૂએઈનું હોપ યાન આશરે  120,000km પ્રતિકલાકની ગતિથી ચક્કર લગાવી રહ્યું છે. મંગળના ગુરૂત્વાકર્ષણ બળના પકડમાં આવવા માટે યૂએઈના વૈજ્ઞાનિકોએ અંતરિક્ષયાનના એન્જિનને આશરે 27 મિનિટ સુધી ચાલુ રાખ્યું હતું. આ ઐતિહાસિક સફળતાના અવસર પર દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ બિન મખતૂમ (Mohammed bin Rashid bin Makhtoum) અને અબૂધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાને પણ સ્પેસ એજન્સીનો પ્રવાસ કરી વૈજ્ઞાનિકોનો જુસ્સો વધાર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂએઈના અંતરિક્ષયાનનો હેતુ જાણો
યૂએઈનું હોપ યાન આગામી કેટલાક મહિના સુધી મંગળ ગ્રહના વાતાવરણનો અભ્યાસ કરશે. યૂએઈના આ મિશનનું લક્ષ્ય મંગળ ગ્રહ પહેલા ગ્લોબલ મેપને તૈયાર કરવાનું પણ છે. આ મિશન તે માટે ખાસ છે કારણ કે આ પહેલાના રોવર મંગળના ચક્કર એવી રીતે લગાવતા હતા કે તે દિવસના સીમિત સમયમાં જ તેના દરેક ભાગને મોનિટર કરી શકતા હતા. આ પહેલા અલગ હોપનું ઓર્બિટ અંડાકાર છે જેને પૂરુ કરવામાં આ રોવરને 55 કલાક લાગશે. તેના કારણે તે મંગળના ભાગ પર દિવસ અને રાતમાં વધુ સમય માટે નજર રાખી શકશે. મંગળના એક વર્ષમાં દરેક ભાગ પર આખો દિવસ નજર રાખશે. 


આ પણ વાંચોઃ ચીનની વુહાન લેબથી નથી ફેલાયો Corona virus, WHOએ નકારી આ થિયરી


વૈજ્ઞાનિકોની સામે શું હતો ખતરો
વૈજ્ઞાનિકોની સાથે સૌથી વધુ ખતરો આ અંતરિક્ષયાનની સ્પીડ હતી. તેને ડર હતો કે જો તે ઝડપથી જાય તો હોપ મંગળ ગ્રહથી દૂર નિકળી જશે અને જો હોમ ધીમે જાય તો તે મંગળ ગ્રહ પર નષ્ટ થઈ જશે. પરંતુ યૂએઈના વૈજ્ઞાનિકોએ તેના પર વિજય મેળવતા પોતાના મિશનને સફળતાપૂર્વક મંગલની કક્ષામાં પહોંચાડી દીધું. 


દુનિયામાં મંગળ ગ્રહ માટે જામી રેસ
યૂએઈ આ પ્રોજેક્ટને અરબના યુવાઓ માટે પ્રેરણાના સ્ત્રોતના રૂપમાં પણ રજૂ કરવા ઈચ્છે છે. તો વૈજ્ઞાનિકોનું કહેવું છે કે યૂએઈ, અમેરિકા અને ચીનના યાનનું મંગળ સુધી પહોંચવું દુનિયામાં વધતી રેસને દર્શાવે છે. તેમણે કહ્યું કે, દુનિયાની મહાશક્તિઓ ધરતી બાદ અંતરિક્ષમાં પોતાનો દબદબો સ્થાપિત કરવા ઈચ્છે છે. તેમણે કહ્યું કે, એક મહિનાની અંદર ત્રણ અંતરિક્ષ યાનનું મંગળની કક્ષા તરફ પહોંચાડવું અવિશ્વસનીય છે. આ બધા યાનોથી આપણા મંગળ ગ્રહ વિશે જાણકારી મળશે. 


આ પણ વાંચોઃ ત્રણ પગવાળા આ માણસને જોઈને થશે આશ્ચર્ય, જાણો તેમની રસપ્રદ કહાની


મંગળની ધરતી પર આજતક અમેરિકા જ પહોંચી શક્યુ
હજુ સુધી અમેરિકા એકમાત્ર એવો દેશ છે જેણે મંગળ પર સફળતાપૂર્વક અંતરિક્ષ યાન ઉતાર્યુ છે અને તેણે આ કમાલ આઠ વખત કર્યો. નાસાના બે લેન્ડર ત્યાં સંચાલિત થઈ રહ્યાં છે, ઇનસાઇડ અને ક્યૂરિયોસિટી. છ અન્ય અંતરિક્ષ યાન મંગળની કક્ષાથી લાલ ગ્રહની તસવીરો લઈ રહ્યાં છે, જેમાં અમેરિકાથી ત્રણ, યૂરોપીય દેશોથી બે અને ભારતથી એક છે. મંગળ ગ્રહ માટે ચીને અંતિમ પ્રયાસ રશિયાના સહયોગથી કર્યું હતું, જે 2011માં નિષ્ફળ રહ્યું હતું. 
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube