કોરોનાના કહેરથી બ્રિટન થયું બેહાલ, દેશમાં 1 મહિના સુધી લૉકડાઉન લગાવવાની તૈયારી
UK Lockdown News: બ્રિટનમાં કોવિડ-19ના મામલામાં વૃદ્ધિ જોતા પ્રધાનમંત્રી બોરિસ જોનસન એક મહિના માટે દેશમાં લૉકડાઉન લાગૂ કરવા પર વિચાર કરી રહ્યાં છે. રિપોર્ટસ અનુસાર સોમવારે દેશમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત થઈ શકે છે.
લંડનઃ બ્રિટનમાં કોવિડ-19ના મામલામાં વૃદ્ધિ જોતા પ્રધાનમંત્રી બોરિસ જોનસન એક મહિના માટે દેશમાં લૉકડાઉન લાગૂ કરવા પર વિચાર કરી રહ્યા છે. રિપોર્ટસ અનુસાર સોમવારે દેશમાં લૉકડાઉન લગાવવાની જાહેરાત થઈ શકે છે. કોવિડ-19ના મામલામાં વૃદ્ધિ અને હોસ્પિટલમાં દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી પ્રતિબંધ લગાવવાના મુદ્દા પર ચર્ચા માટે જોનસને મંત્રીમંડળના વરિષ્ઠ સહયોગીઓ સાથે શુક્રવારે બેઠક યોજી હતી.
આ વસ્તુને છોડી બધુ રહેશે બંધ
ધ ટાઇમ્સની ખબર પ્રમાણે નવા પ્રતિબંધો હેઠળ જરૂરી વસ્તુઓની દુકાનો અને શૈક્ષણિક સંસ્થાઓને છોડીને બધુ બંધ કરવામાં આવી શકે છે. સંભવિત પ્રતિબંધો ડિસેમ્બરમાં ક્રિસમસ સુધી લાગૂ રહી શકે છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે આ વિશે કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી અને વર્તમાનમાં સ્થાનીક સ્તર પર લાગૂ ત્રણ તબક્કાના લૉકડાઉનની જેમ પ્રાદેશિક સ્તર પર ઉપાય કરવાની સંભાવના છે.
સોમવારે થઈ શકે છે જાહેરાત
યૂકે ચાન્સેલર ઋષિ સુનલ, સ્વાસ્થ્ય મંત્રી મેટ બેનકોક, ચાન્સેલર ઓફ ધ ચડી ઓફ લેંકેસ્ટર માઇકલ ગોવ બેઠકમાં હાજર હતા. આ ખબરો પર હજુ પ્રધાનમંત્રીના સત્તાવાર આવાસ સહ કાર્યાલય 10 ડાઉનિંગ સ્ટ્રીટની પ્રતિક્રિયા આવવાની બાકી છે, જે અનુસાર જોનસન સોમવારે સંવાદદાતા સંમેલન કરી નવા પ્રતિબંધોની જાહેરાત કરી શકે છે.
ફ્રાન્સઃ ઝડપાઈ ગયો નીસ હુમલા સાથે જોડાયેલો ત્રીજો આતંકી, એજન્સીએ શરૂ કરી તપાસ
કોરોના વાયરસથી અત્યાર સુધી 989,745 લોકો સંક્રમિત
બ્રિટનમાં કોરોના વાયરસથી અત્યાર સુધી 989,745 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જ્યારે 46229 લોકોના જીવ ગયા છે. તેમાંથી છેલ્લા 24 કલાકમાં 274 લોકોના મૃત્યુ થયા છે જ્યારે 24405 નવા કેસ સામે આવ્યા છે. માત્ર બ્રિટન જ નહીં અમેરિકા અને યૂરોપના ઘણા દેશોમાં કોરોનાનો કેર ઝડપથી વધી રહ્યો છે. માત્ર ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 49 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. અમેરિકામાં એક દિવસમાં સૌથી વધુ 1 લાખ કેસ સામે આવ્યા છે. આ વિશ્વમાં એક દિવસમાં નોંધાયેલા કોરોના વાયરસના કેસનો રેકોર્ડ છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube