લંડન: કોરોના વાયરસ (Corona Virus) ના વધતા કેસ વચ્ચ વાયરસની બીજી લહેરે અનેક દેશોની ચિંતા વધારી દીધી છે. બ્રિટન પણ આવા જ દેશોની લાઈનમાં છે. હવે કોરોનાથી બદતર થયેલા હાલાતને પહોંચી વળવા માટે બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જ્હોનસને બીજીવાર લોકડાઉન લગાવવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી બોરિસે (Boris Johnson)  દેશભરમાં કોરોના વાયરસના સતત વધતા કેસો વચ્ચે ચાર અઠવાડિયાનું એટલે કે એક મહિનાનું લોકડાઉન કરવાનો નિર્ણય લીધો છે. 


લાહોરના રસ્તા પર કેમ લાગ્યા વિંગ કમાન્ડર અભિનંદન અને પીએમ મોદીના પોસ્ટર, જાણો મામલો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ઘરે રહો, જરૂરિયાતવાળા લોકોનો  ખ્યાલ રાખો'
બોરિસે પોતાના દેશના લોકોને કહ્યું કે, 'તમારે ઘરે રહેવું જોઈએ, ખુબ જરૂરી હોય તો ફક્ત અભ્યાસ માટે ઘરની બહાર નીકળો. જો તમે ઘરેથી કામ ન કરી શકતા હોવ તો તમે પરિવારના સભ્યો સાથે સારો સમય વિતાવો. જરૂરિયાતવાળા માટે એક વોલેન્ટિયર તરીકે ભોજન અને જરૂરી ચીજવસ્તુઓની વ્યવસ્થા કરો.' બોરિસે લોકોને ખાતરી આપતા કહ્યું કે પહેલાના લોકડાઉનની અપેક્ષાએ આ વખતે  લોકડાઉનમાં થોડી છૂટ મળશે. તેમણે વ્યવસાયો માટે શરૂ કરાયેલી 'મજૂરી સહાયતા યોજના'ને આગળ વધારવા માટે પણ આશ્વાસન આપ્યું. 


રેસ્ટોરા, બાર, પબ બંધ
સરકારે બિનજરૂરી દુકાનો, રેસ્ટોરા, બાર અને પબ વગેરેને હાલ  બંધ કરવાનો નિર્ણય લીધો છે. જો કે Takeawaysની છૂટ રહેશે. લોકોને ફક્ત એક જ વ્યક્તિને, તે પણ ઘરની બહાર મળવાની મંજૂરી મળશે. શાળા, કોલેજો અને યુનિવર્સિટીઓને ખુલ્લી રાખવાની છૂટ અપાશે. બોરિસે સંકેત આપ્યા છે કે ક્રિસમસ પર આ પ્રતિબંધોમાંથી મુક્તિ મળી શકે છે. પરંતુ તે આગળની સ્થિતિ જોઈને નક્કી કરાશે. 


ગુરુવારથી પ્રભાવી
આ લોકડાઉનની શરતોને દલીલો તથા વોટિંગ માટે બુધવારે સંસદમાં રજુ કરાશે જેથી કરીને નવા નિયમ ગુરુવારથી પ્રભાવી થઈ શકે. ડાઉનિંગ સ્ટ્રીટ બ્રિફિંગમાં ઈંગ્લેન્ડના ચિકિત્સા અધિકારી ક્રિસ વ્હિટ્ટી અને સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વાલેન્સ પણ સામેલ રહ્યાં. 


અત્યંત આઘાતજનક....આ વેબ સિરીઝ જોઈને તૌસીફે રચ્યું હતું નીકિતાની હત્યાનું ષડયંત્ર, આરોપીની કબૂલાત


શિયાળો હશે સૌથી ખરાબ સમય
આ અગાઉ શનિવારે બ્રિટનના પ્રધાનમંત્રી  બોરિસ જ્હોનસને પોતાના સૌથી વરિષ્ઠ મંત્રીમંડળ સહયોગીઓ સાથે લોકડાઉન, સંક્રમણ દર અને સ્વાસ્થ્ય સેવાઓ વિશે ચર્ચા કરી હતી. આ બેઠકમાં બીજુ લોકડાઉન કરવા માટે નક્કી કરાયું હતું. સરકારના વૈજ્ઞાનિકની મહામારી ઈન્ફ્લુએન્ઝા ગ્રુપ ઓન મોડલિંગ (SPI-M-O)ના રિપોર્ટ્સ મુજબ શિયાળાના સમયમાં COVID-19 સંક્રમણનો સૌથી ખરાબ સમય જોવા મળશે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે હાલ કોરોના વાયરસથી થઈ રહેલા મોતના આંકડા આગામી બે અઠવાડિયાની અંદર ઝડપથી વધી શકે છે. 


સમગ્ર યુરોપમાં ખરાબ પરિસ્થિતિ
સમગ્ર યુરોપમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. જર્મની, ફ્રાન્સ, અને બેલ્જિયમમાં ફરીથી લોકડાઉન લગાવવાની તૈયારી છે. જ્યારે વિપક્ષી લેબર પાર્ટીએ બ્રિટન સરકારના નિર્ણય બાદ પ્રહાર કરવા માંડ્યા છે. વિપક્ષીઓનું કહેવું છે કે સરકારે આર્થિક સ્થિતિ સુધારવા ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. આ બાજુ સરકારના ટોચના વૈજ્ઞાનિક સલાહકારોનું માનવું છે કે પહેલા કરતા વધુ ખરાબ સ્થિતિ થઈ છે. હવે એક લાંબા રાષ્ટ્રીય લોકડાઉનની જરૂર છે. 
(Input: PTI)


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube