લંડનઃ વિશ્વમાં કોરોના વાયરસ (corona virus) નો નવો સ્ટ્રેન ગંભીર પડકાર રજૂ કરી રહ્યો છે. સૌથી વધુ ખતરો કોરોનાના બ્રિટિશ સ્ટ્રેનથી ગણાવવામાં આવી રહ્યો છે. વિશ્વભરમાં વાયરસના આ નવા રૂપની ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. બ્રિટનમાં ડિસેમ્બરમાં કોરોનાના આ પ્રકારની ઓળખ થઈ હતી. વિશ્વના 80થી વધુ દેશોમાં આ સ્ટ્રેન પહોંચી ચુક્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનમાં મહામારી પર રચાયેલી એજન્સી કોવિડ-19 (covid 19) જીનોમિક્સના ડાયરેક્ટર શેરોન પીકોકે કહ્યુ, 'આ નવો સ્ટ્રેન વિશ્વભરમાં ફેલાય ચુક્યો છે અને દુનિયાને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે.' બ્રિટન (Britain) માં કોરોના પર રિસર્ચ માટે આ એજન્સી બનાવવામાં આવી છે. તેમણે ચેતવણી આપી, 'આ ચિંતાની વાત છે કે 1.1.7 સ્ટ્રેન વધુ સંક્રામક છે.' તો બીજીતરફ આફ્રિકી સ્ટ્રેન પણ ઝડપથી ફેલાય રહ્યો છે. અમેરિકાના કેલિફોર્નિયા પ્રાંતમાં આ પહેલા બે મામલા સામે આવ્યા છે. આ સિવાય બ્રિટિશ સ્ટ્રેનના પણ ઘણા મામલાની પુષ્ટિ થઈ છે. 


આ પણ વાંચો- ભર ઊંઘમાં તમને Sex ના સપના આવે છે? જવાબ જો 'હા' હોય તો ખાસ વાંચો નહીં તો પસ્તાશો


નવા સ્ટ્રેન વિરુદ્ધ વેક્સિનમાં લાગશે નવ મહિનાઃ એસ્ટ્રેઝેનેકા
દવા કંપની એસ્ટ્રાઝેનેકાએ કહ્યુ કે, કોરોનાના નવા સ્ટ્રેન વિરુદ્ધ પ્રભાવી વેક્સિન તૈયાર કરવામાં છથી નવ મહિના લાગી શકે છે. ગાર્ઝિયન અખબારે કંપનીના હવાલાથી જણાવ્યું કે, નવા સ્ટ્રેનના મુકાબલા માટે નવી વેક્સિન પર કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. આ કંપનીએ ઓક્સફોર્ડ યુનિવર્સિટી (Oxford University) ની સાથે મળીને એક વેક્સિન તૈયાર કરી છે. આ બ્રિટિશ સ્ટ્રેન વિરુદ્ધ અસરકારક સાબિત થઈ છે. 


સાઉદી અરબે 20 દેશોના નાગરિકોના પ્રવેશ પર લગાવ્યો પ્રતિબંધ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી ખાડી દેશે ભારત સહિત 20 દેશોના નાગરિકોના પ્રવેશ પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે. 


પાકિસ્તાને 27 હજાર સ્વાસ્થ્યકર્મીઓને લગાવી રસી
અત્યાર સુધી 27 હજાર પાકિસ્તાની સ્વાસ્થ્યકર્મીઓને રસી લગાવવામાં આવી છે. ચીનથી એક ફેબ્રુઆરીએ પાકિસ્તાનને રસીના પાંચ લાખ ડોઝ મળ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube