Russia Ukraine Crisis: રશિયાના યુક્રેનના બે પ્રાંતને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણયથી તણાવ, UNSC એ તાબડતોબ બોલાવી બેઠક
રશિયા દ્વારા યુક્રેનના બંને વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ તમામ સમીકરણો બદલાઈ ગયા છે. જેને યુદ્ધ ટાળવાની કોશિશોને આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે.
કીવ: રશિયા દ્વારા યુક્રેનના બંને વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા આપવાના નિર્ણય બાદ તમામ સમીકરણો બદલાઈ ગયા છે. જેને યુદ્ધ ટાળવાની કોશિશોને આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. આ બધા વચ્ચે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ આ મામલે ઈમરજન્સી બેઠક બોલાવી. સોમવારે રાતે થયેલી આ બેઠકમાં રશિયાના પગલાં અને તેના સંભવિત પરિણામો પર ચર્ચા કરાઈ. આ સાથે જ યુક્રેનની ચિંતાઓ ઉપર પણ વાતચીત થઈ.
ઓપન બેઠકમાં બોલશે ભારત
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના યુક્રેનના વિસ્તારોને અલગ દેશ તરીકે માન્યતા આપવાની જાહેરાત બાદ યુક્રેન, અમેરિકા અને છ અન્ય દેશોએ UNSC ને બેઠક બોલાવવાની અપીલ કરી હતી. ત્યારબાદ એક ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી. હવે આ મુદ્દે એક ઓપન બેઠક આયોજિત કરાશે. જેમાં ભારત પણ નિવેદન આપશે. UNSC ની બેઠક પહેલા એવું મનાઈ રહ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્ર કોઈ કાર્યવાહી કે કડક નિવેદન આપશે નહીં કારણ કે રશિયા પાસે વીટો પાવર છે.
બદલાઈ ગયા તમામ સમીકરણ
પશ્ચિમી દેશ છેલ્લા કેટલાક સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધના જોખમને ટાળવાની કોશિશમાં લાગ્યા હતા. ફ્રાન્સના રાષ્ટ્રપતિ પણ તેમા મહત્વની ભૂમિકા ભજવી રહ્યાં હતાં તેમના પ્રયત્નોના પગલે જ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના રશિયન સમકક્ષ પુતિન સાથે મુલાકાત પર હા પાડી હતી. પરંતુ હવે તમામ સમીકરણો પલટી ગયા છે. એક્સપર્ટ્સનું માનવું છે કે હવે યુદ્ધ લગભગ નક્કી છે.
વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube