વોશિંગ્ટન: કોરોના વાયરસ  (CoronaVirus) મહામારી મુદ્દે આખી દુનિયા ચીન (China) ની સચ્ચાઈ જાણે છે. આથી સંયુક્ત રાષ્ટ્ર (UN)ના મંચ પર ચીન પોતાની કરતૂતો બદલ ફરી એકવાર દુનિયાના સવાલોનો સામનો કરતું જોવા મળ્યું. સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠના અવસરે સામાન્ય ચર્ચા  દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ચીન પર ખુબ પ્રહાર કર્યા. વર્ચ્યુઅલ રીતે આ ચર્ચામાં ભાગ લેતા ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસના સંક્રમણ માટે સંયુક્ત રાષ્ટ્ર (UN)એ ચીનને જવાબદાર ઠેરવવું જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM Modi Speech in UNGA: વ્યાપક સુધારા વગર સંયુક્ત રાષ્ટ્ર ભરોસાના સંકટનો સામનો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી મોદી


WHOની ભૂમિકા ઉપર પણ સવાલ
અમેરિકી રાષ્ટ્રપતિએ વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની ભૂમિકા ઉપર પણ સવાલ ઊભા કર્યા. તેમણે કહ્યું કે, 'WHO પર ચીનનું સંપૂર્ણ નિયંત્રણ છે આથી WHOએ વાયરસ વિશે ખોટા નિવેદનો આપ્યા. ટ્રમ્પે કહ્યું કે વાયરસના શરૂઆતના દિવસોમાં ચીન અને વિશ્વ આરોગ્ય સંગઠને ખોટા દાવા કર્યા કે મનુષ્યથી મનુષ્યમાં ફેલાવવાના કોઈ પુરાવા નથી. WHO હકીકતમાં ચીનના કંટ્રોલમાં છે.'


કોલ્ડ વોર ખતમ કરવાનો આગ્રહ
આ અગાઉ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે (UN Secretary-General Antonio Guterres)  છ દિવસની સામાન્ય ચર્ચાની શરૂઆત કરતા અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા કોલ્ડ વોરને રોકવાનો સમગ્ર દુનિયાને આગ્રહ કર્યો. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચે સંઘર્ષ અટકવો જોઈએ. જેથી કરીને Covid-19 મહામારી પર વધુ ધ્યાન કેન્દ્રીત થઈ શકે. કોરોનાના જોખમને ધ્યાનમાં લેતા આ વર્ષે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સામાન્ય ચર્ચા વર્ચ્યુઅલ રીતે થઈ રહી છે. આમ છતાં UNના બિલ્ડિંગ સામે ન્યૂયોર્ક પોલીસ ભારે સંખ્યામાં ઉપસ્થિત રહી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube