PM Modi Speech in UNGA: વ્યાપક સુધારા વગર સંયુક્ત રાષ્ટ્ર ભરોસાના સંકટનો સામનો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સોમવારે મોડી રાતે UNGAની એક ઉચ્ચ સ્તરની બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 75 વર્ષ  પહેલા યુદ્ધની ભયાનકતાથી એક નવી આશા પેદા થઈ. માનવ ઈતિહાસમાં પહેલીવાર સમગ્ર દુનિયા માટે એક સંસ્થા બનાવવામાં આવી.

PM Modi Speech in UNGA: વ્યાપક સુધારા વગર સંયુક્ત રાષ્ટ્ર ભરોસાના સંકટનો સામનો કરી રહ્યું છે: પ્રધાનમંત્રી મોદી

નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) એ સંયુક્ત રાષ્ટ્રની 75મી વર્ષગાંઠ પર સોમવારે મોડી રાતે UNGAની એક ઉચ્ચ સ્તરની બેઠકને સંબોધિત કરી. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે 75 વર્ષ  પહેલા યુદ્ધની ભયાનકતાથી એક નવી આશા પેદા થઈ. માનવ ઈતિહાસમાં પહેલીવાર સમગ્ર દુનિયા માટે એક સંસ્થા બનાવવામાં આવી. સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરના સંસ્થાપક હસ્તાક્ષરકર્તા તરીકે ભારત તે મહાન દ્રષ્ટિકોણનો ભાગ હતો. આ સાથે તેમણે કહ્યું કે ખુદ સંયુક્ત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂની સંરચનાઓની સાથે આજના પડકારો સામે લડી શકીએ નહી. વ્યાપક સુધારાઓ વગર, સંયુક્ત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે. 

પ્રધાનમંત્રીએ કહ્યું કે તેનાથી ભારતના 'વસુધૈવ કુટુંબકમ'ના દર્શનને પ્રતિબિંબિત કર્યો જે દુનિયાને એક પરિવાર તરીકે જુએ છે. PM મોદીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રના કારણે આજે આપણી દુનિયા એક સારી જગ્યાએ છે. જેમણે શાંતિ અને વિકાસ માટે કામ કર્યું અને સંયુક્ત રાષ્ટ્રના ઝંડા હેઠળ તેના શાંતિ અભિયાનોમાં યોગદાન આપ્યું તે તમામને અમે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. જેમાં ભારતે અગ્રણી રહીને પોતાનુ યોગદાન આપ્યું. 

— ANI (@ANI) September 21, 2020

પીએમ મોદીએ  કહ્યું કે આજે અમે જે જાહેરાતો કે કામ કરીએ છીએ તેને સ્વીકારવામાં આવે છે. જો કે સંઘર્ષને રોકવા, વિકાસને સુનિશ્ચિત કરવા, જળવાયુ પરિવર્તન, અસમાનતા ઘટાડવા અને ડિજિટલ ટેક્નોલોજીનો લાભ ઉઠાવવા જેવા મુદ્દાઓ પર હજુ પણ વધુ કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે આ જાહેરાતો અને કાર્યો હેઠળ ખુદ સંયુક્ત રાષ્ટ્રના સુધારની પણ જરૂરિયાત છે. આપણે જૂની સંરચનાઓની સાથે આજના પડકારો સામે લડી શકીએ નહી. વ્યાપક સુધારાઓ વગર, સંયુક્ત રાષ્ટ્રના ભરોસા પર સંકટ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news