વોશિંગટનઃ કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ અમેરિકામાં સોમવારથી વેક્સિન લગાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તેને અમેરિકી ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું રસીકરણ અભિયાન ગણાવવામાં આવી રહ્યું છે. ફાઇઝર-બાયોએનટેકની કોરોના વાયરસ વેક્સિનનો ડોઝ સૌથી પહેલા અમેરિકી સ્વાસ્થ્યકર્મીઓને આપવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે કોરોના વાયરસથી અમેરિકામાં અત્યાર સુધી ત્રણ લાખ લોકોના મોત થયા છે. સંક્રમિત દેશોના મામલામાં પણ અમેરિકા વિશ્વમાં પ્રથમ સ્થાને છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યુ ટ્વીટ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું કે, પ્રથમ વેક્સિન લગાવવામાં આવી. અમેરિકાને શુભેચ્છા, વિશ્વને શુભકામના. ન્યૂયોર્ક સિટીમાં એક નર્સને સોમવારે સવારે ફાઇઝર-બાયોએનટેકનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આગામી વર્ષે એપ્રિલ સુધી અમેરિકાના લગભગ 10 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. 


Joe Bidenની પત્ની વિશે અખબારે લખ્યો વિવાદાસ્પદ લેખ, શરૂ થયો હંગામો


ફાઇઝરના સીઈઓને પણ લાગશે વેક્સિન
ફાઇઝરના સીઈઓ અલ્બર્ટ બૌરલાએ કહ્યુ કે, રસી લેનારા પહેલા કેટલાક લોકોમાં તે સામેલ થશે. તેમણે કહ્યું કે, જો રસી બનાવનાર કંપનીના સીઈઓ તેને લગાવશે તો લોકોમાં વિશ્વાસ વધશે. મિશિગનમાં ફાઇઝરના પ્લાન્ટથી રવિવારે કોવિડ-19 રસીની પ્રથમ ખેપનો એક ટ્રક નિકળ્યો હતો. અમેરિકી ઔષધિ નિયામકે રસીના ઉપયોગની શુક્રવારે મંજૂરી આપી હતી. આગામી સપ્તાહ સુધી કુલ 636 હોસ્પિટલો અને ક્લીનિકોમાં રસીના ડોઝ પહોંચાડી દેવામાં આવશે. 
 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube