વોશિંગટનઃ  અમેરિકા માટે આજનો દિવસ ખુબ મહત્નવો છે. જો બાઈડેન (Joe Biden) આજે 46મા અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે લીધા છે. તો કમલા હેરિસ પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બની ગયા છે. આ સાથે અમેરિકામાં બાઈડેન યુગની શરૂઆત થી ગઈ છે.  6 જાન્યુઆરીએ થયેલી હિંસા બાદ વોશિંગટન ડીસીમાં આકરી સુરક્ષા છે. આશરે 25 હજાર નેશનલ ગાર્ડ અમેરિકાની રાજધાનીમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. અમેરિકામાં શપથ ગ્રહણના તમામ અપડેટ પર અમારી સાથે જોડાયેલા રહો...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હું બધાની પ્રગતિ અને રક્ષા માટે છુંઃ બાઈડેન
રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યુ કે, અમે જિંદગીમાં ઘણા પડકારો જોયા છે. અમેરિકામાં બધાને સન્માન મળશે. અમેરિકાની સેના સશક્ત છે. દરેક પડકાર માટે તૈયાર છે. હું અમેરિકાના બધા લોકોનો રાષ્ટ્રપતિ છું. હું તેમનો પણ રાષ્ટ્રપતિ છું જેણે મને મત આપ્યો નથી. હું બધાની પ્રગતિ અને બધાની રક્ષા માટે છું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે, આજે આપણે એક ઉમેદવાર જ નહીં પરંતુ લોકતંત્રની જીતનો જશ્ન મનાવી રહ્યાં છીએ. લોકોને સાંભળવામાં આવ્યા છે. આપણે ફરી શીખ્યા છીએ કે લોકતંત્ર અણમોલ છે, લોકતંત્ર પ્રબળ છે. જો બાઈડેને કહ્યુ કે, મને ખ્યાલ છે કે આપણે વિભાજીત કરનારી શક્તિ પણ છે અને તે વાસ્તવિક છે. પરંતુ મને તે પણ ખ્યાલ છે કે તે નવું નથી. આપણો ઈતિહાસ એક નિરંતર સંઘર્ષ રહ્યો છે. 


પ્રધાનમંત્રી મોદીએ આપ્યા અભિનંદન
અમેરિકાના નવા રાષ્ટ્રપતિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ એક બાદ એક એમ ત્રણ ટ્વીટ કર્યા છે. તેમણે પોતાના ટ્વીટમાં ભારત-અમેરિકા સંબંધની વાત પણ કરી છે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube