વોશિંગ્ટન: પુલવામા આતંકી હુમલો થયા બાદ આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદના ચીફ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરાવવાના સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં રજુ થયેલા પ્રસ્તાવ પર ચીને ફરી અડિંગો જમાવીને તેને બચાવ્યો છે. આવું ચોથીવાર બન્યું કે ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતો બચાવ્યો. જો કે ચીનના આ પગલાથી હવે ભારત તો ઠીક પરંતુ અન્ય સભ્ય દેશો પણ ખુબ કાળઝાળ બન્યાં છે. સભ્ય દેશોનું એવું પણ માનવું છે કે તેઓ અન્ય વિકલ્પો ઉપર પણ વિચાર કરી શકે છે. ભારત માટે એક મોટી વાત એ છે કે ચીને ભલે વિરોધ કર્યો પરંતુ અન્ય 4 સ્થાયી સભ્ય દેશો અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને રશિયાએ મસૂદ અઝહર પર પ્રતિબંધનું પૂરેપૂરું સમર્થન કર્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા પરિષદના જવાબદાર સભ્ય દેશોએ ચીનનને ચેતવણી આપતા કહ્યું છે કે જો તે તેની આ નીતિ પર કાયમ રહેશે તો અન્ય કાર્યવાહી ઉપર પણ  વિચાર કરી શકાય છે. સુરક્ષા પરિષદના એક ડિપ્લોમેટે ચીનને ચેતવણી આપતા કહ્યું કે જો ચીન આ પ્રસ્તાવને રોકવાની નીતિ આમ જ ચાલુ રાખશે તો અન્ય જવાબદાર સભ્ય સુરક્ષા પરિષદમાં બીજા પગલાં લેવા માટે મજબુર થઈ શકે છે. આવી સ્થિતિ પેદા થવી જોઈએ નહીં. 


1267નો એ અંક, જેની આડમાં ચીને મસૂદને વૈશ્વિક આતંકી જાહેર થતા બચાવ્યો, જાણો મહત્વની વાતો 


ડિપ્લોમેટે નામ ન જણાવવાની શરતે કહ્યું કે ચીન તરફથી મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના પ્રસ્તાવ પર અડિંગો જમાવાયા બાદ અન્ય સભ્યોનો આ મત છે. આ અગાઉ પણ ચીને 3વાર મસૂદ અઝહરને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવાના પ્રસ્તાવ પર વીટોનો ઉપયોગ કરીને અડિંગો જમાવ્યો હતો. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાની જવાબદારી મસૂદ અઝહરના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. ત્યારબાદ અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને અઝહર મસૂદને ગ્લોબલ ટેરરિસ્ટ જાહેર કરવા માટેનો પ્રસ્તાવ સુરક્ષા પરિષદમાં રજુ  કર્યો હતો. 


UNSCમાં ચીને ચોથી વખત વાપર્યો વીટો, આતંકવાદી મસૂદ અઝહર પર પ્રતિબંધ નહીં લાગે


ચીન સિવાયના અન્ય દેશો હતા પ્રતિબંધના પક્ષમાં
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીન સિવાય અન્ય તમામ સભ્ય દેશો મસૂદ અઝહર પર પ્રતિબંધના પક્ષમાં હતાં. ચોથીવાર ચીનના વીટો પર પ્રતિક્રિયા આપતા ભારતે કહ્યું કે આતંક વિરુદ્ધ તેમની કાર્યવાહી ચાલુ રહેશે. ભારતનું કહેવું છે કે અન્ય તમામ મંચો પરથી આતંકના આકાઓ વિરુદ્ધ પોતાની વાત રજુ કરશે અને ન્યાયની માગ કરતું રહશે. 


ચીને વાપર્યો વીટો પાવર
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનમાં સંચાલિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના પ્રસ્તાવ પર બુધવારે ફરીથી કોઈ નિર્ણય લઈ શકાયો નહીં. ચીને પાકિસ્તાન સાથે દોસ્તી નિભાવતા ચોથી વખત પોતાની અવળચંડાઈ દેખાડી છે. ચીને પોતાના વીટો પાવરનો ઉપયોગ કરીને આ પ્રસ્તાવને રદ્દ કરાવી દીધો છે. આ વખતે સૌની નજરો ચીન પર હતી, કેમ કે 2009 પછી ચીન ત્રણ વખત આ રીતે પોતાના વીટો પાવરનો ઉપયોગ કરી ચૂક્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા દ્વારા 27 ફેબ્રુઆરીના રોજ સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં 1267 અલકાયદા પ્રતિબંધ સમિતિ અંતર્ગત મસૂદ અઝહર પર પ્રતિબંધ મુકવાનો પ્રસ્તાવ મુકાયો હતો. આ પ્રસ્તાવ સામે વાંધો ઉઠાવવા માટે 10 દિવસનો સમય આપવામાં આવ્યો હતો. આ સમય બુધવારે બપોરે (ન્યૂયોર્કના સમય અનુસાર 3 કલાકે) અને ભારતીય સમયાનુસાર રાત્રે 12 કલાકે પુરો થતો હતો. સમિતિ તમામ સબ્યોની સર્વસંમતીથી નિર્ણય લેતી હોય છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...