દક્ષિણી ચીન સાગરમાં તણાવ વધ્યો: અમેરિકા-ચીનનાં ડિસ્ટ્રોયર સામસામે આવ્યા
અમેરિકાએ ચીની નૌસૈનિક જહાજ પર આરોપ લગાવ્યો છે કે જ્યારે એક યુદ્ધ જહાજે વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કરતાની સાથે જ ટેંશન શરૂ
બીજિંગ : એક મહત્વનું કારણ બનેલા દક્ષિણ ચીન સાગર (સાઉથ ચાઇના સી)નો વિવાદ એકવાર ફરીથી વધી ગયો છે. સાઉથ ચાઇના સીમાં અમેરિકી અને ચીની જહાજ લગભગ લગભગ સામ સામે આવી ગયા. અમેરિકાનાં અનુસાર ચીનનું યુદ્ધક જહાજનાં 41 મીટરનાં વર્તુળમાં આવી ચુક્યું છે. ત્યાર બાદ બંન્ને દેશોએ એકબીજા ઉપર વિવાદને ભડકાવવાનો આરોપ લગાવી રહ્યા છે. આ કેસ સાઉથ ચાઇના સીનાં નાનસા દ્વીપસમુહ (સ્પાર્ટલી દ્વીપસમુહ)નું જણાવાઇ રહ્યું છે. ચીન દક્ષિણી ચીન સાગર પર પોતાનો કબ્જો હોવાનું જણાવાઇ રહ્યું છે.
અમેરિકન યુદ્ધ જહાજએ વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં પ્રવેશ કર્યો હતો તો ચીની જહાજ અસુરક્ષીત અને અનપ્રોફેશ્નલ પદ્ધતીથી પોતાની ગતિવિધિઓ સંચાલીત કરી રહ્યા હતા. ચીને પણ દક્ષિણ ચીનસાગરમાં તે દ્વીપો અને પથ્થરો પાસે અમેરિકી યુદ્ધજહાજનાં પસાર કરવા અંગે મંગળવારે આકરો અસંતોષ અને દ્રઢ વિરોધ વ્યક્ત કર્યો છે જે અંગે તેઓ પોતાનો કબ્જો હોવાનું જણાવી રહી છે. ચીની વિદેશ મંત્રાલયનાં પ્રવક્તા હુઆ ચુનયિંગે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, અમેરિકી વિધ્વંસક ડેકાટુરે 30 સપ્ટેમ્બરે ચીન સરકારની પરવાનગી વગર જ ચીનનાં નાનશા દ્વીપસમુહનાં દ્વીપો પર ખડકોવાલા જળક્ષેત્રમાં પ્રવેશ કર્યો.
હુઆએ જણાવ્યું કે, ચીની નૌસૈનિક જહાજે અમેરિકી યુદ્ધજહાજની તપાસ કરી, તેને ચેતવણી આપી અને ત્યાંથી હટાવ્યું. તેમણે જણાવ્યું કે, નાનશા દ્વીપસમુહ (સ્પાર્ટલી દ્વીપસમુહ) અને તેની આસપાસનાં જળ વિસ્તાર પર ચીનનો નિર્વિવાદ હક છે. બીજી તરફ અમેરિકાનાં એક અધિકારીએ નિવેદનમાં જણાવ્યું કે, ચીની ડિસ્ટ્રોયરનાં આ પગલાને અસુરક્ષીત ગણાવ્યા કારણ કે તે અમેરિકન યુદ્ધ જહાજનાં 41 મીટરના વર્તુળમાં આવી ચુક્યું હતું.
અમેરિકાનાં પ્રશાંત મહાસાગરનાં બેડાના ઉપપ્રવક્તા નેટ ક્રાઇસેનસેને કહ્યું કે, ચીની વિધ્વંસક દક્ષિણ ચીન સાગરમાં ગાવેન રીફ પાસે એક નોનપ્રોફેશનલ રીતે યુએસએસ ડેકાટુરની પાસે પહોંચ્યું. ચીને કહ્યું કે, તેમણે અમેરિકી પક્ષને વારંવાર દક્ષિણ ચીન સાગરમાં ચીની દ્વીપ તથા ખડકો નજીક પોતાનાં યુદ્ધક જહાજ મોકલ્યા. જેના કારણે ચીનની સંપ્રભુતા તથા સુરક્ષા માટે ગંભીર ખતરો પેદા થઇ ગયો. આ સાથે જ બંન્ને દેશોની સેનાઓની વચ્ચે સંબંધને નુકસાન પહોંચ્યું અને ક્ષેત્રીય શાંતિ તથા સ્થિરતા ઘણી નબળી પડી.