વોશિંગટન: કોરોના મહામારી (Coronavirus)ને લઇને ચીન સાથેના અથડામણ બાદ હવે અમેરિકાએ અન્ય મુદ્દાઓ પર પણ ઘેરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પીઓ (Mike Pompeo)એ ચીનને પંચન લામા (Panchen Lama) વિશે વહેલી તકે માહિતી પૂરી પાડવા જણાવ્યું છે. આ સાથે તેમણે એમ પણ કહ્યું છે કે અમેરિકા તિબેટીઓની ધાર્મિક, ભાષાકીય, સાંસ્કૃતિક ઓળખને સમાપ્ત કરવાના ચીનના અભિયાન અંગે ચિંતિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- કોરોના પર ચીનનું 'કબૂલનામું' કહ્યું- પોતે નષ્ટ કર્યો હતું વાયરસનું સેમ્પલ


માઇક પોમ્પીઓએ વધુમાં કહ્યું કે, "ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટએ ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા અને તેના સંરક્ષણને પ્રાથમિકતા આપી છે. ખાસ કરીને ચીનમાં, જ્યાં તમામ ધર્મના લોકોનું દમન અને ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે. 17 મેના 11માં પંચમ લામા Gedhun Choekyi Nyimaને ગુમ થયે પુરા 25 વર્ષ થયા છે. ચીન સરકારે 1995માં તેમનું અપહરણ કર્યું હતું. જ્યારે તે માત્ર 6 વર્ષની સાથે. ત્યારબાદ તેઓ ક્યારે સાર્વજનિક રીતે દેખાયા નથી.


આ પણ વાંચો:- FDA ની ચેતાવણી છતાં, કોરોનાથી બચવા માટે Hydroxychloroquine લઇ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ


અમેરિકાના વિદેશ સચિવના જણાવ્યા અનુસાર, પંચન લામા બૌદ્ધ ધર્મની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિઓમાંની એક છે, જે આધ્યાત્મિક અધિકારની દ્રષ્ટિએ દલાઈ લામા પછી બીજા ક્રમે આવે છે. પોમ્પીઓએ બેઇજિંગને નિશાન બનાવતા કહ્યું કે, "ચીન દ્વારા પંચન લામા પર અત્યાચાર અસામાન્ય નથી." અમે ચીનમાં તિબેટીઓની ધાર્મિક, ભાષાકીય અને સાંસ્કૃતિક ઓળખને સમાપ્ત કરવા માટે સરકાર દ્વારા લેવામાં આવતા પગલાઓ વિશે ખુબજ ચિંતા કરીએ છીએ. તેમણે કહ્યું હતું કે તિબેટીયન બૌદ્ધોને તેમની પરંપરાઓ અનુસાર તેમજ સરકારી હસ્તક્ષેપ વગર પોતોના ધાર્મિક નેતાઓની પસંદગી અને તેમનું અનુસરણ કરવાનો અધિકાર હોવો જોઇએ'.


આ પણ વાંચો:- રાષ્ટ્રપતિ સાથે વીડિયો કોન્ફરન્સિંગમાં નિર્વસ્ત્ર થઇને ન્હાતો જોવા મળ્યો કર્મચારી


અમેરિકાના વિદેશ સચિવએ પુન:ભાર આપતા કહ્યું કે, ચીની સરકારે પંચન લામાને તાત્કાલીક દુનિયા સામે લાવવા જોઈએ અને તમામ લોકોની ધાર્મિક સ્વતંત્રતાને પ્રોત્સાહન આપવા માટે તેના બંધારણ અને આંતરરાષ્ટ્રીય પ્રતિબદ્ધતાઓનું પાલન કરવું જોઈએ. નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં, અમેરિકાના પ્રતિનિધિ સભાએ તિબેટના સમર્થનમાં તેમની નીતિને મજબૂત કરવા માટે તિબેટીયન નીતિ અને સપોર્ટ કાયદો (TPSA) સર્વાનુમતે પસાર કર્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube