FDA ની ચેતાવણી છતાં, કોરોનાથી બચવા માટે Hydroxychloroquine લઇ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાના ખાદ્ય તથા ઔષધિ પ્રશાસન (એફડીએ)ની ચેતાવણી છતાં પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા લઇ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું કે તે હાઇડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) લઇ રહ્યા છે.

FDA ની ચેતાવણી છતાં, કોરોનાથી બચવા માટે Hydroxychloroquine લઇ રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ

વોશિંગ્ટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અમેરિકાના ખાદ્ય તથા ઔષધિ પ્રશાસન (એફડીએ)ની ચેતાવણી છતાં પણ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવા લઇ રહ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિએ સોમવારે કહ્યું કે તે હાઇડ્રોક્સીક્લોરોક્વીન (Hydroxychloroquine) લઇ રહ્યા છે, એક દવા જેને તેને મોટાભાગે કોરોના વાયરસ (Coronavirus)ની સંભવિત સારવામાં કારગર ગણવામાં આવે છે.  

રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કે તેમણે વ્હાઇટ હાઉસના ડોક્ટર પાસે આ દવા વિશે સલાહ લીધી છે. જોકે આ દવાનું સેવન તેમના માટે યોગ્ય નથી, કારણ કે તે કોવિડ-19 પોઝિટિવ નથી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું 'મેં તેમને પૂછ્યું કે તમને શું લાગે છે, તેમણે કહ્યું કે જો તમે લેવા માંગો છો તો ઠીક છે.' મે કહ્યું 'હા તેને લેવાનું પસંદ કરીશુ. ડોનાલ્ડ ટ્રમ્પે આગળ જણાવ્યું કે તે લગભગ એક અઠવાડિયાથી જિંક સાથે ગોળી (હાઇડ્રોક્સીક્લોરોક્વીન) ખાઇ રહ્યા છે. 

ખાદ્ય અને ઔષધિ પ્રસાશન (એફડીએ)એ હાઇડ્રોક્સીક્લોરોક્વીન દવાનો ઉપયોગ હોસ્પિટલ બહાર તેના ઉપયોગની ચેતાવણી આપી હતી. એફડીએ દવાની ફક્ત હોસ્પિટલમાં ઉપયોગ લેવાની મંજૂરી આપી હતી.

તમને જણાવી દઇએ કે ગત મહિને ભારતે અમેરિકામાં COVID-19 રોગીઓની સારવાર માટે લાખો હાઇડ્રોક્સીક્લોરોક્વીન ગોળીઓની નિર્યાતની અનુમતિ આપી હતી. અમેરિકામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ઝડપથી વધી રહી છે. અમેરિકામાં કોરોનાના 15 લાખથી વધુ કેસ છે અને મોતનો આંકડો 90,694 પહોંચી ગયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news