સિડની: અમેરિકા (America) એ પાકિસ્તાનની ઈન્ટરનેશનલ એરલાઈન્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશને કહ્યું કે અમે પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ (PIA)ને પરમિશન આપવા સંબંધિત નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ પાકિસ્તાની ઈન્ટરનેશનલ એરલાઈન્સ અમેરિકામાં ચાર્ટર ફ્લાઈટ્સ ઉડાવી શકે તેમ હતી. પરંતુ હવે તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાએ તેની પાછળ પાકિસ્તાની પાઈલટ્સના સર્ટિફિકેટ્સને લઈને ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)ની ચિંતાઓનો હવાલો આપ્યો છે. અત્રે જણાવવાનું કે પાકિસ્તાન પોતાના અનેક પાઈલટો પર રોક લગાવી ચૂક્યું છે. ગત મહિને પાકિસ્તાને પોતાના ત્રીજા પાઈલટને નકલી લાઈસન્સના પગલે હટાવ્યો હતો. 


આ બાજુ યુરોપિયન યુનિયન એવિએશન સેફ્ટી એજન્સીએ પીઆઈએના ઓથોરાઈઝેશનને સસ્પેન્ડ કર્યા છે. આ રોક 6 મહિના માટે લગાવવામાં આવી ચે. પાકિસ્તાનની જિયો ન્યૂઝે કહ્યું કે PIAએ અમેરિકાના પ્રતિબંધની પુષ્ટિ કરી છે. PIAએ જણાવ્યું કે એરલાઈન્સને લઈને જે જરૂરી સુધારાની જરૂર છે તેના પર તેઓ કામ કરશે. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube