વોશિંગટનઃ અમેરિકા (America) ના કેલિફોર્નિયામાં એક સાથે જન્મ લેનારી ત્રણ બહેનોએ પોતાની જિંદગીના અનેક તબક્કા એક સાથે મળી પસાર કર્યા. પહેલા એક સાથે જન્મ લીધો. પછી એક સાથે શાળા અને કોલેજનું શિક્ષણ પૂરુ કર્યું. પરંતુ હવે એક સાથે ત્રણેય પ્રેગનેન્ટ છે. ત્રણેય થોડા-થોડા સમયના અંતર પર પોત-પોતાના બાળકને જન્મ આપશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોઈ સપનું સાકાર થવા સમાન પળ
આ બહેનોના નામ ગિના, નીના અને વિક્યોરિટા છે, જે 35 વર્ષની ઉંમરમાં એક સાથે ગર્ભવતી થઈ છે. તેના માટે આ રોમાંચક ક્ષણ છે અને તે આશા કરી રહી છે કે તેના બાળકોમાં પણ આવો પ્રેમ રહેશે, જેઓ તેની વચ્ચે છે. ફોકસ ન્યૂઝને આપેલા એક ઇન્ટરવ્યૂમાં વિક્ટોરિયાએ જણાવ્યું કે, ત્રણેયનું એક સાથે ગર્ભવતી થવું સપનું સાકાર થવા સમાન છે. પહેલા વિક્ટોરિયા અને નીના પ્રેગનેન્ટ થઈ હતી. ત્યારબાદ તેણે તોનાની બહેન ગિનાને પણ માતા બનવા માટે કહ્યું. તે અરસ પરસ મેટરનિટીવાળા ડ્રેસ પણ શેર કરી રહી છે. 


આ પણ વાંચોઃ Bill Gates તળાવ કિનારે કરતા હતા Nude Party, ખુબ પીતા હતા દારૂ, ઇનસાઇડરનો સનસનીખેજ દાવો


બાળકોના જન્મમાં હશે 1-2 મહિનાનું અંતર
મીડિયા રિપોર્ટ અનુસાર ટ્રિપલેટ સિસ્ટર્સ લગુના હિલ્સના મેમોરિયલ કેયર સેડલબેક મેડિકલ સેન્ટરમાં પોતાના સંતાનોને જન્મ આપશે. પરંતુ ત્યાંના ડોક્ટર ડેનિયલ સ્ટર્નફેલ્ડે જણાવ્યું કે ત્રણેયના બાળકોના જન્મનો સમય અલગ-અલગ હશે. તે એક-બે મહિનાના અંતર પર બાળકોને જન્મ આપશે. પરંતુ ત્રણેય જુડવા બહેનોનું એક સાથે પ્રેગનેન્ટ થવું ખરેખર રસપ્રદ કહાની છે. 


28 ઓગસ્ટે પ્રથમવાર માતા બનશે નીના!
ખાસ વાત છે કે નીનાનું આ પ્રથમ બાળક હશે, જે 28 ઓગસ્ટ આસપાસ જન્મ લેશે. જ્યારે ગિના આ પહેલા બે બાળકોને જન્મ આપી ચુકી છે. તેને 8 વર્ષનો પુત્ર અને 5 વર્ષની પુત્રી છે, અને હવે ત્રીજીવાર માતા બનવાની છે. તો વિક્ટોરિયા પણ બીજીવાર માતા બનશે. તેને બે વર્ષની પુત્રી છે. હવે ત્રણેય બહેનો એક સાથે ગર્ભવતી છે. ત્રણેય બહેનોમાં અનોખો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube