વોશિંગ્ટન: અમેરિકાની સંસદીય પેનલે બુધવારે જાહેર કરેલા પોતાના રિપોર્ટમાં ચેતવણી ઉચ્ચારી છે કે અમેરિકા રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય સંકટોનો સામનો કરી રહ્યું છે, તથા તે રશિયા અને ચીન સાથે જો યુદ્ધ થાય તો હારી શકે તેવી સ્થિતિમાં છે. અમેરિકી કોંગ્રેસે રાષ્ટ્રીય સુરક્ષા રણનીતિ આયોગને જવાબદારી સોંપી છે કે તે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રીય રક્ષા રણનીતિ (એનડીએસ)નો અભ્યાસ કરે. નોંધનીય છે કે ટ્રમ્પની આ નીતિ રશિયા અને ચીન સાથે શક્તિ મેળવવાની નવી હોડને રેખાંકિત કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પની એક ટ્વિટથી હિન્દુઓ ભડકી ગયા, મચ્યો ખુબ હોબાળો


ડેમોક્રેટિક અને રિપબ્લિક પાર્ટીના અનેક પૂર્વ અધિકારીઓની આ પેનલે જાણ્યું કે એક બાજુ જ્યાં અમેરિકી સેના બજેટમાં કાપનો સામનો કરી રહી છે ત્યાં તેમને મળનારી સુવિધાઓમાં પણ કમી આવી રહી છે. જ્યારે ચીન અને રશિયા જેવા દેશો અમેરિકાની તાકાત સાથે સંતુલન જાળવી રાખવા માટે પોતાની શક્તિ વધારી રહ્યાં છે. 


આયોગનું કહેવું છે કે અમેરિકાની સૈન્ય શ્રેષ્ઠતા, જે દુનિયામાં તેની તાકાત સામે બધાને નતમસ્તક  કરાવે છે, અને રાષ્ટ્રીય સુરક્ષા ખુબ જ ખતરનાક સ્તર સુધી ખરાબ થઈ છે. 


પેનલે જાણ્યું કે આ સદીમાં આતંકવાદ વિરુદ્ધની લડાઈ પર અમેરિકાનું ધ્યાન કેન્દ્રિત હોવાના કારણે યુદ્ધ કે અન્ય ક્ષેત્રો જેમ કે મિસાઈલ રક્ષા, સાઈબર અને અંતરિક્ષ અભિયાન સહિત અન્ય ક્ષેત્રોમાં તે પાછળ પડી રહ્યું છે. 


(ઈનપુટ એએફપીમાંથી)


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...