વોશિંગટનઃ અમેરિકામાં આ સમયે સંક્રમણના 17 લાખથી વધુ મામલા છે. અહીં પર મૃત્યુ પામનારની સંખ્યા એક લાખને પાર કરી ચુકી છે. વર્લ્ડ વોર-2 બાદ અમેરિકાએ ચાર મોટા યુદ્ધનો સામનો કર્યો છે. આ દરમિયાન જેટલા સૈનિકોના મોત થયા, કોરોના વાયરસને કારણે ચાર મહિનામાં તેનાથી વધુ લોકોના મૃત્યુ થયા છે. દેશમાં સંક્રમણનો પ્રથમ કેસ 21 જાન્યુઆરીએ સામે આવ્યો હતો. વિશ્વભરના કુલ સંક્રમિતોના 30 ટકાથી વધુ મામલા અહીં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકામાં બીસીસીના પત્રકાર જોન સોપેલનુ કહેવુ છે કે કોરિયા, વિયતનામ, ઇરાક અને અફઘાનિસ્તાનમાં જેટલા અમેરિકી મહિલા-પુરૂષ સૈનિકોના જીવ ગયા, તેનાથી વધુ લોકોના મૃત્યુ મહામારીથી થયા છે. સોપેલે જણાવ્યુ કે, જો કોઈ કોરોનાથી થયેલા મોતોની તુલના અમેરિકામાં કેન્સર તથા રોડ દુર્ઘટનામાં થયેલા મોતો સાથે કરે તો પણ ચોંકાવનારા પરિણામ સામે આવશે. 


યુદ્ધમાં મૃત્યુ પામનાર સૈનિકોની સંખ્યા
કોરિયન યુદ્ધ    (1950-1953)            36,500
વિયતનામ યુદ્ધ  (1961-1975)             58,000
ઇરાક યુદ્ધ        (2003-2011)            4500   
અફઘાન યુદ્ધ     (2001થી અત્યાર સુધી)   2000


અમેરિકામાં સૌથી વધુ મોત, પરંતુ મૃત્યુઆંક પ્રમાણે પાછળ
અમેરિકામાં સંક્રમણના સૌથી વધુ મામલા સામે આવ્યા છે. મોત પણ સૌથી વધુ થયા છે. પરંતુ જો મૃત્યુદર પ્રમાણે જોવામાં આવે તો અમેરિકાનું સ્થાન નવમું આવે છે. વસ્તી પ્રમાણે મોતોની તુલનામાં આધાર પર બેલ્જિયમ, બ્રિટન અને આયર્લેન્ડ જેવા દેશ અમેરિકાથી આગળ છે. ન્યૂઝ એજન્સી રોયટર્સના એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકાના 20 રાજ્યોમાં કોરોના નવા દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. અહીં નોર્થ કૈરોલિના અને વિસકોન્સિનમાં સંક્રમણના મામલા ઝડપથી વધી રહ્યાં છે. 


સરહદ વિવાદમાં મધ્યસ્થા પર ટ્રમ્પની ઓફરને ભારતની ના, વિદેશ મંત્રાલયે કહ્યું- ચીન સાથે વાતચીત ચાલુ


ન્યૂયોર્કમાં ઘટ્યો મૃત્યુઆંક
અમેરિકામાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત ન્યૂયોર્ક છે. થોડા દિવસો પહેલા અહીં હજારોની સંખ્યામાં લોકોના મૃત્યુ થતાં હતા. પરંતુ હવે આ મૃત્યુઆંકમાં ઘટાડો થયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર