સરહદ વિવાદમાં મધ્યસ્થા પર ટ્રમ્પની ઓફરને ભારતની ના, વિદેશ મંત્રાલયે કહ્યું- ચીન સાથે વાતચીત ચાલુ
Trump's mediation offer : ભારતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફરને એકવાર ફરી નકારી દીધી છે. ટ્રમ્પે ચીનની સાથે જારી સરહદ વિવાદને ઉકેલવા માટે પોતાના તરફથી મધ્યસ્થાની રજૂઆત કરી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતે સંકેતોમાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી આવેલી મધ્યસ્થાની ઓફર ઠુકરાવી દીધી છે. વિદેશ મંત્રાલયે ચીનની સાથે ચાલી રહેલા સરહદ વિવાદને ધ્યાનમાંરાખી ટ્રમ્પની ઓફર પર કહ્યું કે, ચીનની સાથે વાતચીત ચાલી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યુ, 'અમે તેના શાંતિપૂર્વક સમાધાન માટે ચીનના સંપર્કમાં છીએ. શ્રીવાસ્તવ વીડિયો કોન્ફરન્સ દ્વારા પત્રકાર પરિષદ કરી રહ્યાં હતા. આ દરમિયાન તેમને ભારત-ચીન વચ્ચે મધ્યસ્થાની ટ્રમ્પની ઓફર પર ઘણા સવાલ કરવામાં આવ્યા હતા.'
અમેરિકી રાષ્ટ્રપતિએ બુધવારે કહ્યું હતું કે, તે ભારત અને ચીનની વચ્ચે જારી સરહદ વિવાદને ઉકેલવા માટે મધ્યસ્થા કરવા તૈયાર છે અને આમ કરવામાં સક્ષમ છે. તેમણે ટ્વીટ કર્યું હતું, અમે ભારત અને ચીન, બંન્નેને જાણ કરી દીધી છે કે અમેરિકા તેના વધતા સરહદ વિવાદમાં મધ્યસ્થા કરવા તૈયાર, ઇચ્છુક અને સક્ષમ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઓનલાઇન પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું કે, ભારતીય સૈનિકોએ બોર્ડર મેનેજમેન્ટની મોટી જવાબદારીની સાથે સન્માન કર્યું છે. તેમણે કહ્યુ, ભારતીય સૈનિક મુદ્દાને ઉકેલવા માટે ચીનની સાથે દ્વિપક્ષીય સમજુતી હેઠળ નિર્ધારિત પ્રક્રિયાઓનું કઠોરતાથી પાલન કરી રહ્યાં છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે