US Election: પ્રચંડ જીત બાદ જો બાઈડેને આપ્યું મોટું નિવેદન, આ સાથે જ લઈ લીધી એક પ્રતિજ્ઞા
અમેરિકાના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે આજે દેશને સંબોધન કર્યું.
વોશિંગ્ટન: અમેરિકા (US presidential election 2020) ના નવા ચૂંટાઈ આવેલા રાષ્ટ્રપતિ જો બાઈડેન (Joe Biden) અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે (Kamala Harris) આજે દેશને સંબોધન કર્યું. જો બાઈડેને રાષ્ટ્રને કરેલા સંબોધનમાં કહ્યું કે, 'હું એક એવો રાષ્ટ્રપતિ બનવાની પ્રતિજ્ઞા લઉ છું કે જે સમાજને જોડશે. હું એવો રાષ્ટ્રપતિ બનીશ જે લોકોના ભગલા નહીં પાડે. અમેરિકાને રેડ સ્ટેટ અને બ્લ્યુ સ્ટેટમાં વહેંચીને નથી જોતા, બસ યુનાઈટેડ સ્ટેટે્સ તરીકે જુએ છે.' પોતાની જીત પર બાઈડેને કહ્યું કે દેશના લોકોએ અમને સ્પષ્ટ જીત અપાવી છે. આ આપણા બધાની જીત છે. અમે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવી છે.
PM નરેન્દ્ર મોદીએ જો બાઈડેન અને કમલા હેરિસને પાઠવી શુભેચ્છા, જાણો શું કહ્યું?
બાઈડેને કહ્યું કે, 'એ તમામ લોકો કે જેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મત આપ્યો તેમની હતાશા હું સમજી શકું છું. પરંતુ હવે ચાલો આપણે બધા એક બીજાને તક આપીએ. આ સમય છે કે આપણે એક બીજાનું સાંભળીએ.'
ભારતીય મૂળના કમલા હેરિસ 'ફીમેલ ઓબામા'ના નામથી છે મશહૂર, તેમના વિશે 10 વાતો ખાસ જાણો
કમલા હેરિસે કહ્યું કે આપણા લોકતંત્રની સુરક્ષા સંઘર્ષ માંગે છે, બલિદાન માંગે છે, પરંતુ તેમાં પણ એક આનંદ અને પ્રગતિ જોવા મળે છે. કારણ કે અમારી પાસે એક વધુ સારા ભવિષ્યને બનાવવાની શક્તિ છે.
અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા
ભારતીય મૂળના કમલાદેવી હેરિસે (Kamala Harris) ઈતિહાસ રચી નાખ્યો છે. તેઓ અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવનારા પહેલા મહિલા છે. એટલું જ નહીં તેઓ દેશના પહેલા ભારતીય મૂળના, અશ્વેત, અને આફ્રિકી અમેરિકી ઉપરાષ્ટ્રપતિ હશે. 'ફીમેલ ઓબામા'ના હુલામણા નામથી લોકપ્રિય હેરિસ સેનેટના સભ્ય પણ પહેલીવાર જ બન્યા હતા.
ભારતીય મૂળના કમલા હેરિસે રચ્યો ઈતિહાસ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદ પર પહોંચનાર પ્રથમ મહિલા
હેરિસે અનેક મિસાલ કાયમ કરી છે. તેઓ સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટોર્ની બનનારા પહેલા મહિલા, પહેલા ભારતીય મૂળના અને પહેલા આફ્રિકી અમેરિકી છે. ઓબામાના કાર્યકાળમાં તેઓ 'ફીમેલ ઓબામા'ના નામથી લોકપ્રિય હતા.
હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ બાદ હેરિસે કેલિફોર્નિયા યુનિવર્સિટીથી કાયદાનો અભ્યાસ કર્યો. 2003માં તેઓ સાન ફ્રાન્સિસ્કોના ટોચના અભિયોજક બન્યા. 2010માં તેઓ કેલિફોર્નિયાના અટોર્ની બનનારા પહેલા મહિલા અને પહેલા અશ્વેત વ્યક્તિ હતા. 2017માં હેરિસ કેલિફોર્નિયાથી જૂનિયર અમેરિકી સેનેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. કમલાએ 2014માં જ્યારે પોતાના સાથી વકીલ ડગલાસ એમ્પહોફ સાથે લગ્ન કર્યા તો તેઓ ભારતીય, આફ્રિકી અને અમેરિકી પરંપરા સાથે સાથે યહૂદી પરંપરા જોડે પણ જોડાઈ ગયા.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube