વોશિંગટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ કોણ બનશે? આ સવાલના જવાબની રાહ બધા જોઈ રહ્યાં છે, ન માત્ર અમેરિકા પરંતુ વિશ્વની નજર પણ તેના પર છે. પરંતુ અત્યાર સુધી જે સંકેટ મળી રહ્યાં છે તેનાથી સ્પષ્ટ થઈ રહ્યું છે કે અમેરિકાની ચૂંટણીનું પરિણામ એટલી સરળતાથી જાહેર થવાનું નથી. જેની આશા પહેલાથી હતા. શરૂઆતી વલણમાં જો બાઇડેન આગળ ચાલી રહ્યા છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, તે ચૂંટણી જીતી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેવામાં હવે આ લડાઈ કોર્ટ અને સીનેટના હવાલે થતી જોવા મળી રહી છે. કારણ કે અત્યાર સુધી કોઈ ઉમેદવારે પરિણામને સ્વીકાર્યું નથી, તો અમેરિકાના ઈતિહાસમાં એવી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે, જે અત્યાર સુધી ક્યારેય સામે આવી નથી. 


હાલ શું છે અમેરિકાની સ્થિતિ?
તમને જણાવી દઈએ કે અમેરિકાના લોકોએ ત્રણ નવેમ્બરે મતદાન કર્યું છે અને મતદાન સમાપ્ત થતા ગણના શરૂ થઈ ગઈ છે. હાલના ડેટા પ્રમાણે જો બાઇડેનને આશરે 238 ઇલેક્ટોરલ મત મળ્યા છે જ્યારે ટ્રમ્પને 213 મત મળ્યા છે. પરંતુ આ માત્ર શરૂઆતી આંકડા છે અને અંતિમ આંકડા તેનાથી અલગ હોઈ શકે છે. જીતનો જાદૂઈ આંકડો 270 છે. 


US Elections 2020: અડધાથી વધુ વોટરોની પસંદ કમલા હેરિસ, બનશે પ્રથમ અશ્વેત-મહિલા ઉપરાષ્ટ્રપતિ?


1. આ વખતે ચૂંટણીના પરિણામોમાં વિલંબ કેમ?
હકીકતમાં અમરિકી ચૂંટણી ઇતિહાસમાં આવું પ્રથમવાર થયું છે જ્યારે દસ કરોડની આશરે મત માત્ર મેલ-ઇન દ્વારા નાખવામાં આવ્યા છે. એટલે કે ઇલેક્શન ડે પહેલા દસ કરોડ લોકોએ મતદાન કરી દીધું. જ્યારે આ વખતે ચૂંટણીમાં કુલ 16 કરોડ મતદાતાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, તેવામાં અડધાથી વધુ મત મેલ દ્વારા પડ્યા છે. 


હવે અમેરિકી મીડિયાના રિપોર્ટસ પ્રમાણે તો કેટલાક રાજ્યોમાં હજુ માત્ર તે મતને ગણાવ્યા છે, જે ત્રણ નવેમ્બરે પડ્યા છે. એટલે કે રાજ્યોએ હજુ મેલ-ઇન વોટને ખોલ્યા નથી. પરંતુ જે નાના રાજ્યો છે ત્યાં બંન્ને મતોની ગણતરી થઈ રહી છે. આ કારણ છે કે હાલના પરિણામોને કોઈ અંતિમ માની રહ્યું નથી અને મેલ-ઇન વોટને ગણવાની રાહ જોવામાં આવી રહી છે. 


US Presidential Election 2020: ડોનાલ્ડ ટ્રમ્પ કે જો બાઈડેન...કોની જીત ભારત માટે 'ફાયદાકારક'?


2. કોર્ટની લડાઈ તરફ આગળ વધી અમેરિકી ચૂંટણી?
માત્ર મતોની ગણતરી જ નહીં પરંતુ પરિણામને લઈને સવાલ ઉભા થવા લાગ્યા છે. કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પે આરોપ લગાવ્યો છે કે કેટલાક રાજ્યોમાં મતોની ગણતરી ખોટી થઈ રહી છે. તેવામાં તેઓ સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. એટલે કે કેટલાક રાજ્યોના પરિણામને લઈને કોર્ટની લડાઈ શરૂ થઈ શકે છે. જો બાઇડેનની ટીમે કહી દીધું કે તેની લીગલ ટીમ તૈયાર છે અને કોર્ટની લડાઈ મંજૂર છે. જો આમ થાય તો પરિણામને લઈ દિવસો સુધી સુનાવણી થઈ શકે છે. 


3. જો ટાઈ થઈ જાય અમેરિકાની ચૂંટણી તો?
અમેરિકામાં કુલ 538 ઇલેક્ટર છે જે રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે તે માટે અમેરિકી સંસદમાં 14 ડિસેમ્બરે મતદાન થશે. તે અનુસાર રાષ્ટ્રપતિ પદ માટે કુલ મતોની સંખ્યા 270 હોવી જોઈએ. આ 538માથી 100 સીનેટર હોય છે, 435 રિપ્રેઝન્ટેટિવ હોય છે અને ત્રણ ઇલેક્ટર વોશિંગટન ડીસીથી ચૂંટાય છે. હવે કારણ કે 538 ઇવન નંબર છે, તો એવી પરિસ્થિતિ બની શકે છે કે બંન્ને ઉમેદવારોને 269-269 મત મળે, આવા સમયે ચૂંટણી ટાઈ થઈ શકે છે. 


US election results: રાત પડી જવાના કારણે કાઉન્ટિંગ રોકવામાં આવ્યું, 5 કલાક બાદ ફરી શરૂ થશે ગણતરી


હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ સૌથી પહેલા ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી કરશે પછી મતદાન દ્વારા સીનેટ અંતમાં રાષ્ટ્રપતિને ચૂંટશે. પરંતુ આ પ્રક્રિયામાં સમય લાગી શકે છે અને સંપૂર્ણ પરિણામ આવવામાં ડિસેમ્બર સુધીની રાહ જોવી પડી શકે છે. 


મહત્વનું છે કે અમેરિકામાં લોકોની વોટિંગ બાદ જે ઇલેક્ટર્સ ચૂંટાય છે તે જ રાષ્ટ્રપતિની ચૂંટણી કરે છે. 14 ડિસેમ્બરે અમેરિકી સીનેટમાં મતદાન થશે, જ્યાં 538 ઇલેક્ટર્સ નવા રાષ્ટ્રપતિની ચૂંટણી કરશે. તેમાં બહુમત માટે 270નો આંકડો જોઈએ. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube