વોશિંગટનઃ અમેરિકામાં સતત ત્રીજા દિવસે રેકોર્ડ સંખ્યામાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ત્યારબાદ ઉતાવળમાં ખાદ્ય અને ઔષધ વ્યવસ્થા તંત્ર (FDA)એ ફાઇઝરની કોરોના વેક્સિનને મંજૂરી આપી દીધી છે. મહત્વનું છએ કે ગુરૂવારે હાઈ પાવર્ડ વેક્સિન એડવાઇઝરી પેનલે 9 કલાકની મેરાથોન ચર્ચા બાદ ફાઇઝર અને બાયોએનટેકની કોવિડ-19ના આપાતકાલીન ઉપયોગને પોતાની લીલી ઝંડી આપી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે એફડીએની મંજૂરી બાદ જલદી વેક્સિનને જનતા વચ્ચે પહોંચાડવામાં આવશે. છેલ્લા 24 કલાકમાં અમેરિકામાં કોરોનાના 230000 કેસ સામે આવ્યા છે. આ એક દિવસમાં કોઈપણ દેશમાં મળેલા કોરોના સંક્રમિતોની સૌથી મોટી સંખ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરૂવારે વેક્સિનને એડવાઇઝરી પેનલે આપી મંજૂરી
અમેરિકાની વેક્સિન એડવાઇઝરી પેનલે ગુરૂવારે ફાઇઝર કોરોના વેક્સિનની સુરક્ષા અને અસરકારકતાના આંકડા પર 9 કલાક ચર્ચા કરી હતી. ત્યારબાદ વેક્સિન એડવાઇઝરી સમૂહે 17-4ના મતની સાથે નિર્ણય કર્યો કે, ફાઇઝરના શોટ 16 વર્ષ અને તેનાથી વધુ ઉંમરના લોકોમાં સુરક્ષિત છે. ફાઇઝરે દાવો કર્યો છે કે તેની કોરોના વેક્સિન 95 ટકા કરતા વધુ અસરકારક છે.


આ પણ વાંચોઃ Franceમાં ઇસ્લામિક કટ્ટરવાદ ને રોકવા માટે બિલ રજૂ, હવે મસ્જિદોમાં નહી થઈ શકે અભ્યાસ


મંજૂરીની સાથે વિવાદોમાં આવી વેક્સિન
અમેરિકી રાષ્ટ્રપતિ નિવાસ વાઇટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ માર્ક મેડોઝે ખાદ્ય અને ઔષધ વ્યવસ્થા તંત્ર (એફડીએ) પ્રમુખ સ્ટીફન હાન પર આ વાત માટે દવાબ બનાવ્યો છે કે ફાઇઝર કંપની દ્વારા નિર્મિત કોરોના વાયરસ રસીના આપાત સ્થિતિમાં ઉપયોગની શુક્રવાર સુધી મંજૂરી આપી દે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મેડોઝે શુક્રવારે હાન સાથે ફોન પર વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, હાને સંકેત આપ્યો કે, તે નિયામકોને આ વિશે નિર્દેશ આપશે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રસીને જલદી મંજૂરી આપવાનો દબાવ બનાવી રહ્યાં છે. 


ફાઇઝરનો દાવો- કોરોના વિરુદ્ધ અસરકારક છે વેક્સિન
ફાઇઝરની વેક્સિન રિસર્ચ ટીમના પ્રમુખ કેથરીન જોનસને ગુરૂવારે ઐતિહાસિક સાયન્સ કોર્ટ-સ્ટાઇલ બેઠકમાં અમેરિકી રેગુલેટર્સને જણાવ્યું કે, અમે 40,000થી વધુ વ્યક્તિઓમાં એક અનુકૂળ સુરક્ષા અને સહનશીલતા પ્રોફાઇલનું પ્રદર્શન કર્યું છે. બેઠક દરમિયાન ગુરૂવારે ઘણા સવાલ ઉઠાવવામાં આવ્યા, મોટાભાગના કિશોરાવસ્થામાં વેક્સિનની અસરકારકતા સંબંધિત હતા. 


આ પણ વાંચોઃ ફેસબુક વિરુદ્ધ અમેરિકાના બધા રાજ્યોમાં કેસ, નાની કંપનીઓને સમાપ્ત કરવાનો આરોપ


મોડર્નાની વેક્સિનને પણ જલદી મળશે મંજૂરી
17 ડિસેમ્બરે મોડર્ના અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની કોરોના વેક્સિનને મંજૂરી આપવા માટે પણ એક બેઠક પ્રસ્તાવિત છે. મોર્ડનાએ પણ દાવો કર્યો છે કે તેની કોરોના વાયરસ વેક્સિન કોરોના વિરુદ્ધ ખુબ અસરકારક છે. માનવામાં આવી રહ્યું છે કે મોડર્નાની કોરોના વેક્સિનને પણ મંજૂરી આપી દેવામાં આવશે. પરંતુ શરૂઆતમાં આ વેક્સિનની આપૂર્તિ સીમિત સંખ્યામાં થશે. પ્રાથમિકતા અનુસાર, વેક્સિનના ડોઝ સૌથી પહેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ, સેના અને પોલીસકર્મીઓને આપવામાં આવશે. 


21 ડિસેમ્બરથી શરૂ થઈ શકે છે વેક્સિનેશનલ
મોર્ડનાના સીઈઓ સ્ટીફન બેલેન્સે કહ્યુ કે, જો પ્રક્રિયા વ્યવસ્થિત રૂપે ચાલે છે અને મંજૂરી મળી જાય તો વેક્સિન 21 ડિસેમ્બર સુધી માર્કેટમાં આવી જશે. મોર્ડનાએ પોતાની એપ્લીકેશનમાં સોમવારે જાહેર કરેલા પોતાના ડેટાને દર્શાવ્યો છે. જેમાં વેક્સિન પ્રભાવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ દાવો કર્યો છે કે ટ્રાયલ દરમિયાન જરૂરી વૈજ્ઞાનિક માપદંડોને પૂરા કરવામાં આવ્યા છે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube