વોશિંગટનઃ અમેરિકી સંસદે બિલ પસાર કરી તિબેટના દલાઈ લામાના ઉત્તરાધિકારી પસંદ કરવાનો માર્ગ મોકળો કરી દીધો છે. ચીન ઉત્તરાધિકારીના મામલામાં વચ્ચે આવી રહ્યું હતું. અમેરિકાની સંસદે તિબેટ પોલિસી એન્ડ સપોર્ટ એક્ટ (ટીપીએસએ) 2020ને પાસ કરી દીધો છે. હવે કાયદો બનવા માટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સહી બાકી છે. આ કાયદો બનવાથી ચીન અને અમેરિકા વચ્ચે તણાવમાં વધારો થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફેબ્રુઆરીમાં અમેરિકાની પ્રતિનિધિ સભામાં તિબેટની સંપ્રભુતાને માન્યતા આપતા બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલના માધ્યમથી ચીનના તે ઇરાદા પર પણ પાણી ફરી ગયું છે, જેમાં તે દલાઈ લામાના ઉત્તરાધિકારી પસંદ કરવામાં પોતાની દખલ આપવાનો પ્રયાસ કરી રહ્યું હતું. અમેરિકાએ આ બિલના માધ્યમથી તિબેટની સ્વાયત્તતાને માન્યતા આપી છે. હવે દલાઈ લામાના કોઈપણ મામલામાં ચીનનો હસ્તક્ષેપ સ્વતંત્રતામાં દખલ માનવામાં આવશે. 


આ પણ વાંચોઃ New Covid Strain અંગે રાહતના સમાચાર, WHOએ કહ્યું- હજુ બેકાબુ થયો નથી, થઈ શકે છે કંટ્રોલ


લોબસાંગ સાંહે કહ્યુ, અમેરિકાનો આ નિર્ણય ઐતિહાસિક
તિબેટ નેતાઓએ અમેરિકાની સંસદમાં બિલ પાસ થવાનું સ્વાગત કર્યુ છે. તિબેટ સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન (સીટીએ)ના અધ્યક્ષ લોબસાંગ સાંગેએ કહ્યુ કે, અમેરિકાનો આ નિર્ણય ઐતિહાસિક છે. સીટીએને તિબેટની ચૂંટાયેલી સરકાર પણ કહેવામાં આવે છે. 


તો ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને કહ્યુ કે, અમે અમેરિકાને કહ્યુ છે કે તે ચીનના આંતરિક મામલામાં દખલ ન આપે. આ રીતે બિલ પાસ થવાથી બંન્ને દેશોના પારસ્પારિક સંબંધો પર ખરાબ અસર પડશે. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube