વોશિંગટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઇડેન જીતી ચુક્યા છે. તેઓ જીત માટે નિર્ધારિત ઇલેક્ટ્રોલ કોલેજના 270 મતોના આંકડાને પાર કરી ચુક્યા છે. એટલું જ નહીં તેમણે પોતાની નવી કેબિનેટની જાહેરાત કરી દીધી છે, પરંતુ તેમના વિરોધી ડોનાલ્ડ ટ્રમ્પ કોઈપણ ભોગે હાર માનવા રાજી નથી. આશા છે કે 20 જાન્યુઆરીએ બાઈડેન પોતાનો કાર્યભાર ગ્રહણ કરી લેશે. તેમ છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ હજુ પોતાની જીતનો દાવો કરી રહ્યાં છે. ગુરૂવારે આપેલા એક નવા નિવેદનને કારણે ટ્રમ્પ ફરી ચર્ચામાં છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, જો ઇલેક્ટ્રોલ કોલેજ બાઇડેનને વિજેતા જાહેર કરે છે તો તે વ્હાઇટ હાઉસ છોડવા રાજી થશે. તેમના આ નિવેદન બાદ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જીત-હારનો મામલો હવે કોર્ટમાંથી નિકળીને ઇલેક્ટ્રોલ કોલેજની પાસે પહોંચી ગયો છે. આ પહેલા પણ તે અલગ-અલગ નિવેદનને કારણે ચર્ચામાં રહી ચુક્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાઇડેન જો રાષ્ટ્રપતિ બન્યા તો ચૂંટણી પંચની હશે મોટી ભૂલ
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ કે, જો ઇલેક્ટ્રોલ કોલેજ બાઇડેનને વિજેતા જાહેર કરે તો તે વ્હાઇટ હાઉસ છોડી દેશે. તેમણે કહ્યું કે, 20 જાન્યુઆરી ખુબ દૂર છે. ટ્રમ્પે કહ્યુ કે, ત્યાં સુધી ઘટનાક્રમમાં ઝડપથી ફેરફાર આવશે. ટ્રમ્પે કહ્યુ કે, અમે ચૂંટણીમાં હાર-જીત માટે કોઈ ત્રીજી દુનિયાની જેમ કમ્પ્યૂટર ઉપકરણોને હેક કરવાની રણનીતિ અપનાવી રહ્યાં નથી. તેમણે મીડિયા સમક્ષ કહ્યું કે, તે વ્હાઇટ હાઉસ છોડી દેશે જો ઇલેક્ટ્રોલ કોલેજ બાઇડેનને રાષ્ટ્રપતિના રૂપમાં પ્રમાણિત કરે છે. તેમણે ભાર આપીને કહ્યું કે, જો ચૂંટણી પંચ બાઇડેનને રાષ્ટ્રપતિ જાહેર કર્યા તો આ ઈતિહાસની એક મોટી ભૂલ હશે. 


આ દેશમાં Lockdown બાદ લગાવ્યો આ પ્રતિબંધ, સંબંધીઓને પણ નહી મળી શકે લોકો!


ટ્રમ્પનો દાવો, રાષ્ટ્રપતિ જીતના પૂરતા પૂરાવા
ટ્રમ્પે પેન્સિલ્વેનિયામાં રિપબ્લિકન પાર્ટીએ કહ્યું કે, તેમની પાસે ચૂંટણી પરિણામને પોતાના પક્ષમાં હાસિલ કરવાના પૂરાવા છે. તેમણે કહ્યું કે, હું આ ચૂંટણીમાં શાનદાર મતોથી જીતી રહ્યો છું. ટ્રમ્પે કહ્યું કે, ચૂંટણીમાં શું થઈ રહ્યું છે. અમેરિકી નાગરિકોને ખ્યાલ છે કે ચૂંટણીમાં ગડબડ થઈ રહી છે. તેમણે સંકેત આપ્યા કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એક મુશ્કેલ સમય આવવાનો છે. તેમણે કહ્યું હતું કે, આ ચૂંટણી એક છેતરપિંડી હતી. ટ્રમ્પે કહ્યું કે, આ ચૂંટણીમાં ગડબડ થઈ છે. તે પૂછવા પર કે શું આગામી વર્ષે 20 જાન્યુઆરીએ બાઇડેનના ઉદ્ઘાટનમાં સામેલ થશે. તેમણે કહ્યું કે, આ પ્રશ્નનો જવાબ મને ખબર છે, પરંતુ હું તેનો જવાબ આપવા ઈચ્છતો નથી. પછી અન્ય એક ટ્વીટ કરી પોતાના નિવેદનથી પલટી ગયા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube