આ દેશમાં Lockdown બાદ લગાવ્યો આ પ્રતિબંધ, સંબંધીઓને પણ નહી મળી શકે લોકો!

બ્રિટિશ સરકારે ગુરૂવારે જાહેરાત કરી કે ડિસેમ્બરમાં લોકડાઉન (Lockdown)ખતમ થયા બાદ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં ટિયર 3 સિસ્ટમ લાગૂ થશે. જેમકે તમે જાણો છો કે કોવિડ 19ના પ્રકોપ વચ્ચે ડિસેમ્બરની 26 તારીખના રોજ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ (Christmas) આવશે.

Updated By: Nov 26, 2020, 11:34 PM IST
આ દેશમાં Lockdown બાદ લગાવ્યો આ પ્રતિબંધ, સંબંધીઓને પણ નહી મળી શકે લોકો!

નવી દિલ્હી: બ્રિટિશ સરકારે ગુરૂવારે જાહેરાત કરી કે ડિસેમ્બરમાં લોકડાઉન (Lockdown)ખતમ થયા બાદ દેશના કેટલાક મુખ્ય શહેરોમાં ટિયર 3 સિસ્ટમ લાગૂ થશે. જેમકે તમે જાણો છો કે કોવિડ 19ના પ્રકોપ વચ્ચે ડિસેમ્બરની 26 તારીખના રોજ ખ્રિસ્તીઓનો સૌથી મોટો તહેવાર ક્રિસમસ (Christmas) આવશે. બ્રિટનમાં ક્રિસમસ સેલિબ્રેશનને લઇને ભલે અહીંના લોકો ઉત્સાહિત હોય પરંતુ દેશમાં તે રોનક નહી જોવા મળે જે કોરોના પહેલાં સામાન્ય વર્ષોમાં જોવા મળતી હતી. કારણ કે અહીં તહેવારો દરમિયાન પણ લોકોને સરકારના કડક નિયમોનું પાલન કરવું ફરજિયાત છે.  

ટિયર 3 સિસ્ટમના દાયરામાં રહેશે આ શહેર
બ્રિટની બોરિસ જોનસન સરકારે બર્મિંહામ, કેંટ, ગ્રેટર મૈનચેસ્ટર, ન્યૂઝકાસ્ટને આકરા 3 ટિયર સિસ્ટમ પર રાખ્યા છે. તેનો અર્થ લંડનમાં પરિવારના બહારના સભ્યોને મળવાની પરવાનગી નહી હોય. ટિયર 3 લોકડાઉનથી લાખો લોકોને વધારાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. બ્રિટિશ સરકારના સ્વાસ્થ્ય સચિવ મેટ હૈનકોકએ સંસદમાં જણાવ્યું હતું કે હું સમજુ છું કે તે ઉપાયોની અસર થશે અને તે જરૂરી છે. જાણકારી માટે તમને જણાવી દઇએ કે ટિયર 3 સિસ્ટમમાં રેસ્ટોરેન્ટ અને અન્ય બહારી વ્યવસાયોને લોકડાઉનમાં રાખવામાં આવશે. ટિયર 3 સિસ્ટમ હેઠળ હવે બ્રિટનના લોકો દેશના અન્ય ભાગમાં મુસાફરી કરી શકશે નહી. 

એકસાથે નહી મળે શકે 6 લોકો
સરકારના નિર્દેશાનુસાર બ્રિટનના લોકો બહારના લોકો સાથે મળવાની પરવાનગી નથી. બ્રિટિશ સરકારના અનુસાર લોકડાઉન વચ્ચે કોરોના વાયરસના કેસમાં 19 ટકા અને હોસ્પિટલમાં ગત અઠવાડિયામાં 7 ટકાનો ધટાડો નોંધાયો છે. સરકારે કોરોનાના બેકાબૂ સ્થિતિને ધ્યાનમાં રાખતા ટિયર 3 સિસ્ટમને લાગૂ કરવાનો નિર્ણય કર્યો છે. બ્રિટના જે શહેરોમાં ટિયર 3 સિસ્ટમ લાગૂ છે ત્યાં 6 લોકોને એકસાથે મળવાની પરવાનગી નથી. 

ખુલ્લા રહેશે હેર સલૂન
જાણકારોનું માનવું છે કે લોકોને ક્રિસમસ પર નજીકના અને સગા સંબંધીઓને મળવાની પરવાનગે આપવી કોરોના વાયરસને આમંત્રણ આપવું છે. તેને સંક્રમણ અનેક ઘણું વધી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ક્રિસમસ પહેલાં અને પછી દેશવ્યાપી પ્રતિબંધોને લાગૂ કરવા અને ફક્ત ક્રિસમસના દિવસે તેને હટાવવાથી મહામારીના પ્રભાવને ઓછો કરવામાં મદદ મળી શકે છે. ક્રિસમસ દરમિયાન આતિથ્ય સ્થળો (hospitality venues)પણ બંધ રહેશે પરંતુ બ્યૂટી પાર્લર અને હેર સલૂન ખુલ્લા રહેશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube