US Presidential Election: નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો ચૂંટણીનો જંગ, જાણો કોણ આગળ? ટ્રમ્પ કે બિડેન
અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીનો મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કાંટાની ટક્કર આપી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચાર રાજ્યોમાં બિડેનને લાભ મળતો જોવા મળી રહ્યો છે.
ન્યૂયોર્ક: અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી (US Presidential Elecrtion 2020) નો મુકાબલો રસપ્રદ બની રહ્યો છે. ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન (Joe Biden) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ને કાંટાની ટક્કર આપી રહ્યા છે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવનારા ચાર રાજ્યોમાં બિડેનને લાભ મળતો જોવા મળી રહ્યો છે. આ વિસ્તારોમાં 2016માં જે મતદારોએ મતાધિકારનો ઉપયોગ નહતો કર્યો તે આ વખતે બહાર નીકળતા જોવા મળ્યા છે. જેનો સીધો લાભ ડેમોક્રેટને મળી રહ્યો છે.
બિડેને બદલ્યા સમીકરણ
એક સ્થાનિક ચેનલના સર્વે મુજબ 77 વર્ષના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન ઉત્તર વિસ્કોન્સિન અને પેન્સિલ્વેનિયાની સાથે જ ફ્લોરિડા અને એરિઝોનાના રાજ્યોમાં પણ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા આગળ છે. એક સ્થાનિક ચેનલના સર્વે મુજબ વિસ્કોન્સિનમાં બિડેન 11 અંકો સાથે 41 થી 52 ટકા સુધી લીડ કરી રહ્યા છે. જ્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરી છે જેમાં તેઓ જીતને લઈને એકદમ આશ્વસ્ત જોવા મળી રહ્યા છે. ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે "અમે સારી સંખ્યાથી જીતી રહ્યા છીએ, સ્લીપી જે પહેલેથી કેટલાક રાજ્યોમાં ચૂંટણી જંગમાંથી બહાર થઈ ચૂક્યા છે."
કાર્ટૂન વિવાદ: Charlie Hebdo મેગેઝીન પર રશિયાએ આપ્યું મોટું નિવેદન
2008 બાદ બની આવી સ્થિતિ
અમેરિકામાં 2008 બાદ પહેલીવાર એવું બન્યું છે કે વિપક્ષી ઉમેદવાર આટલી મજબૂત સ્થિતિમાં જોવા મળ્યો છે. આ અગાઉ બરાક ઓબામાએ 365 ઈલેક્ટોરલ કોલેજના મતો સાથે જ જીત હાંસલ કરી હતી. આ બાજુ ટ્રમ્પ માટે સૌથી મોટો પડકાર ઈલેક્ટોરલ કોલેજના 270 મત છે. સવાલ એ ઉઠે છે કે શું સર્વેક્ષણમાં લેવાયેલા ચાર રાજ્યોમાંથી ત્રણ રાજ્યોમાં બિડેનનું નેતૃત્વ હશે? જો આમ થયું તો નિશ્ચિત રીતે તે જીતવા માટે પૂરતું હશે. જો ફ્લોરીડામાં સમીકરણ બદલાયા તો તસવીર બરાબર એવી જ હશે જેવી ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન વચ્ચે થઈ હતી.
ટ્રમ્પના સમર્થનમાં 44 ટકાથી વધુ નથી
રિપોર્ટ્સ મુજબ પ્રચારના અંતિમ તબક્કામાં બિડેનને ફ્લોરિડામાં મામૂલી ફાયદો મળી રહ્યો છે. અહીં બિડેન ટ્રમ્પ કરતા 3 અંકથી આગળ છે. રિપોર્ટમાં કહેવાયું છે કે કોઈ પણ રાજ્યમાં ટ્રમ્પનું સમર્થન 44 ટકાથી વધી શક્યું નથી. વિસ્કોન્સિન અને ફ્લોરિડા વચ્ચેનું અંતર 3.2 ટકા છે. એરોઝોનામાં 3 અંક અને પેન્સિલ્વેનિયામાં 2.4 અંક છે.
US Election: આ રીતે ચૂંટાય છે વિશ્વના સૌથી શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ, જાણો ચૂંટણી પ્રક્રિયા
નવા મતદારો ટ્રમ્પ માટે સમસ્યા
બિડેને એક ટ્વીટમાં લખ્યું છે કે અમારા હાથમાં અંતિમ શક્તિ છે. મતની શક્તિ. બેકાર ન જવા દો. મતદાન જરૂર કરો. આ બધા વચ્ચે એવા પણ અહેવાલ છે કે બિડેન વિસ્કોન્સિન અને મિશિગનના ઉપરી મિડવેસ્ટ રાજ્યોમાં લીડ મેળવી રહ્યા છે. જ્યારે બિડન અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ વચ્ચે એરિઝોના અને ઉત્તરી કેરોલિનામાં કાંટાની ટક્કર છે. ટ્રમ્પે 2016માં આ ચાર રાજ્યોમાં જીત મેળવી હતી. એક રિપોર્ટ મુજબ ટ્રમ્પને મહિલાઓ, યુવા મતદારો, વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને નવા મતદારોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube