Naegleria fowleri: કોરોના સામે ઝઝૂમી રહેલા અમેરિકા પર મોટી મુસિબત!, 8 શહેરમાં અલર્ટ
કોરોના વાયરસ સામે ઝઝૂમી રહેલા અમેરિકામાં પીવાના પાણીના સપ્લાયની અંદર મગજમાં ઘૂસીને ખોતરી નાખનારા ઘાતક અમીબા મળી આવતા 8 શહેરોમાં અલર્ટ જાહેર કરવામાં આવેલી છે. આ અમીબા દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાં મળી આવ્યા. જેના કારણે એક કસ્બામાં ઈમરજન્સી જાહેર કરાઈ છે.
વોશિંગ્ટન: કોરોના વાયરસ (Corona Virus) સામે ઝઝૂમી રહેલા અમેરિકા (America)માં પીવાના પાણીના સપ્લાયની અંદર મગજમાં ઘૂસીને ખોતરી નાખનારા ઘાતક અમીબા મળી આવતા 8 શહેરોમાં અલર્ટ જાહેર કરવામાં આવેલી છે. આ અમીબા દક્ષિણ પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાં મળી આવ્યા. જેના કારણે એક કસ્બામાં ઈમરજન્સી જાહેર કરાઈ છે. ટેક્સાસના પર્યાવરણ કમિશન તરફથી જાહેર કરાયેલી ચેતવણીમાં નાગરિકોને કહેવાયું છે કે તેઓ પાણીનો ઉપયોગ ન કરે.
મન કી બાત: દેશનું કૃષિ ક્ષેત્ર, ખેડૂતો એ આત્મનિર્ભર ભારતનો આધાર-પીએમ મોદી
આ અમીબાનું નામ નેગલેરિયા ફાઉલરલી (Naegleria fowleri) કહેવાય છે. તે માણસના મગજને ખાઈ જાય છે. શુક્રવારે આ અમીબા પાણીમાં મળી આવ્યા. આયોગે કહ્યું છે કે તેઓ આ સમસ્યાનું જલદી સમાધાન લાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમેરિકાના બીમારી રોકથામ કેન્દ્રના જણાવ્યા મુજબ આ મગજ ખાનારા જીવાણુ સામાન્ય રીતે માટી, ગરમ ઝીલ, નદીઓ અને ગરમ જળધારાઓમાં મળી આવે છે.
6 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો
કેન્દ્રએ જણાવ્યું કે આ જીવાણુ જે સ્વીમિંગ પૂલની યોગ્ય સારસંભાળ ન લેવાતી હોય અને ફેક્ટરીઓમાંથી છોડવામાં આવેલા ગરમ પાણીમાં પણ રહે છે. ચેતવણીમાં કહેવાયું છે કે લેક જેક્શન, ફ્રિપોર્ટ, એંગલેટોન, બ્રાઝોરિયા, રિચવુડ, ઓયસ્ટર ક્રીક, ક્લૂટ, રોઝેનબર્ગના લોકોને કહેવાયું છે કે તેઓ પાણીનો ઉપયોગ ન કરે. લેક જેક્શન વિસ્તારમાં ઈમરજન્સી જાહેર કરાઈ છે.
'શિવસેના અને અકાલી દળ વગર NDA અધૂરું', જાણો ફડણવીસ સાથેની મુલાકાત વિશે રાઉતે શું કહ્યું?
પ્રશાસન હવે આ ગંદા પાણીના ઉકેલ માટે પ્રયત્નો કરી રહ્યું છે. આ ઘટના 8 સપ્ટેમ્બરથી શરૂ થઈ જ્યારે એક 6 વર્ષના બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બાળકની અંદર આ ઘાતક અમીબા મળી આવ્યો હતો. આ ઘટના બાદ પાણીની તપાસ કરાઈ તો તે પાણી Naegleria fowleriથી પોઝિટિવ જોવા મળ્યું. ત્યારબાદ લોકોને આ પાણી ન પીવાની સલાહ આપવામાં આવી.
સંપર્કમાં આવનારા 97 ટકા લોકોનું બચવું મુશ્કેલ
સીડીસીનું કહેવું છે કે Naegleria fowleri અત્યંત ઘાતક હોય છે. વર્ષ 2009થી લઈને 2018 સુધીમાં આ જીવાણુંથી ગ્રસ્ત થવાના 34 કેસ સામે આવ્યા હતાં. વર્ષ 1962થી લઈને 2018 વચ્ચે 145 લોકો આ જીવાણુંથી ગ્રસ્ત થયા જેમાંથી માત્ર 4 લોકો જ બચી શક્યા. તેનાથી સંક્રમિત વ્યક્તિના મગજમાં જીવલેણ સંક્રમણ થાય છે.
સંસદના LIVE સત્રમાં અચાનક પ્રેમિકા સાંસદના ખોળામાં બેસી ગઈ અને પછી જે થયું...આખી દુનિયા સ્તબ્ધ
સેન્ટ્રલ ઓફ ડિસીઝ કંટ્રોલના જણાવ્યાં મુજબ લોકો આ પ્રકારના અમીબાનો શિકાર સ્વિમિંગ દરમિયાન થાય છે. જ્યારે Naegleria fowleri તેમના નાકમાં પ્રવેશ કરીને તેમના મગજ સુધી પહોંચી જાય છે અને મગજના ટિશ્યુને ખાવાનું શરૂ કરી દે છે. આ પ્રકારના અમીબાના સંપર્કમાં આવનારા 97 ટકા લોકોનું બચવું ખુબ મુશ્કેલ હોય છે.
અત્રે જણાવવાનું કે અમીબા એક ખુબ જ સુક્ષ્મ જીવ હોય છે. તેની મોટાભાગની જાતિઓ નદીઓ, તળાવો, મીઠા પાણીની ઝીલ વગેરેમાં મળી આવે છે. અમીબાના કેટલાક વંશ પરજીવી હોય છે અને તેનાથી ખુબ જ ખતરનાક રોગ પણ થાય છે.
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube