વોશિંગ્ટન: ભારત (India) માં કોરોના (Coronavirus) ના વધતા જતાં કેસ જોતાં અમેરિકા (America) એ હવાઇ યાત્રા પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. જો બાઇડ વહિવટીતંત્ર આગામી અઠવાડિયાથી યાત્રા પર પ્રતિબંધ લગાવવા જઇ રહી છે. વ્હાઇટ હાઉસએ શુક્રવારે જણાવ્યું કે અમેરિકા 4 મેથી ભારતથી આવનાર મુસાફરો પર પ્રતિબંધ લગાવશે. આ ઉપરાંત એવા વિદેશીઓને પણ દેશમાં પ્રવેશ મળશે નહી, જેમણે ગત 14 દિવસોમાં ભારતની યાત્રા કરી છે. વ્હાઇટ હાઉસને પ્રેસ સેક્રેટરી જેન સાકી (Jen Psaki) એ એક નિવેદનમાં કહ્યું કે રોગ નિયંત્રણ અને સારવાર કેંદ્રની સલાહ પર આ નિર્ણય લગાવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

India ન જવાની આપી સલાહ
જેન સાકીએ કહ્યું કે ભારતમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં અસાધારણ રૂપથી વધારો થઇ રહ્યો છે અને ત્યાં COVID ના ઘણા પ્રકારના વેરિએન્ટ ફેલાઇ રહ્યા છે, જેને જોતાં ભારતની યાત્રા પર પ્રતિબંધનો આદેશ 4 મેથી લાગૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે તે પહેલાં અમેરિકાએ પોતાના નાગરિકોને ભારતની યાત્રા ન કરવાનો અને જલદી થી જલદી દેશ છોડવાની સલાહ આપી હતી. 


આ Countries એ પણ લગાવ્યો છે બેન
ભારતથી યાત્રા પર પ્રતિબંધ લગાવનાર અમેરિકા પહેલો દેશ નથી. આ પહેલાં બ્રિટન, ઇટલી, જર્મની, ફ્રાંસ, યૂએઇ, પાકિસ્તાન અને સિંગાપુર સહિત ઘણા અન્ય દેશ પણ આ પ્રકારના પ્રતિબંધ લગાવી ચૂકી છે. બીજી તરફ કેનેડા, હોંગકોંગ અને ન્યૂઝિલેંડએ પણ હાલ કોરોના મહામારીના ખતરાને જોતાં ભારત સાથે તમામ વાણિજ્યિક યાત્રા રદ કરી દીધી છે. 


Corona ના વધતા જાય છે કેસ
ભારતમાં સંક્રમણની વાત કરીએ તો શુક્રવારે 386452 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કુલ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 18762976 થઇ ગઇ છે, જ્યારે સારવાર લઇ રહેલા દર્દીઓની સંખ્યા 31 લાખને પાર છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અનુસાર શુક્રવારે 3498 દર્દીઓના મોત થયા છે. સંક્રમણના લીધે અત્યાર સુધી 208330 લોકોના મોત થયા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube