ગાંધીનગર: ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા, ચાઇનીઝ લેન્ટર્ન તથા અન્ય નૂકસાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલ પીટીશનની આજની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ દ્વારા દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. જેને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા રાજ્ય વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનેક હોટલમાં દુષ્કર્મ, બે વાર ગર્ભ પડાવ્યો,જાણો અમદાવાદી યુવતીને પ્રેમમાં મળેલી સજા! 


રાજ્યના ગૃહ વિભાગે તેની ગંભીરતાથી નોંધ લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામું બહાર પાડી સૂચના આપવામાં આવી છે કે, ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા તથા અન્ય નુક્શાનકારક પદાર્થોથી બનેલી વસ્તુ પર પ્રતિબંધ મૂકવાની માંગણી સાથે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ થયેલી પિટિશનની 7 જાન્યુઆરીએ સુનાવણી કરવામાં આવી હતી.


ગુજરાત યુનિવર્સિટીનો મોટો નિર્ણય ગ્રેજ્યુએશન હવે ત્રણનાં બદલે ચાર વર્ષનું થશે


ચાઇનીઝ દોરા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગ પર મૂકવામાં આવેલ પ્રતિબંધનું ચુસ્તપણે પાલન કરાવવા રાજ્ય સરકાર દ્વારા રાજ્યના વહીવટી તંત્રને સૂચના આપવામાં આવી છે. ઉત્તરાયણ દરમિયાન ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના ઉપયોગથી નાગરિકો, પશુ-પક્ષી અને પર્યાવરણને નૂકસાન થતુ હોવાથી રાજ્ય સરકાર દ્વારા આ વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જેનું ચૂસ્તપણે પાલન થાય તથા આ સંદર્ભે લોકજાગૃતિ કેળવાય તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા રાજ્યના સમગ્ર પોલીસ તંત્ર, જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. 


મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ પર મોટું જહાજ નમી ગયું, અનેક કન્ટેનર દરિયામાં ગરકાવ


આ સંદર્ભે લોકજાગૃતિ કેળવવા મોટા પ્રમાણમાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળોએ પબ્લીક એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરવો, સમગ્ર રાજ્યમાં લગાવવામાં આવેલ એલ.ઇ.ડી. સ્ક્રીન પર સમયાંતરે જનજાગૃતિ સંદેશાઓ પ્રસારિત કરવા તથા શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ સાથે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે. 


સાવધાન! અમદાવાદના રસ્તાઓ પર ફોનમાં વાત કરતા હોય તો આજુબાજુ જોઈ લેજો, નહીં તો....


નાગરિકો ચાઇનીઝ દોરા, માંજા, નાયલોન દોરા તથા ચાઇનીઝ લેન્ટર્નના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને ઉપયોગ અંગે ફરિયાદ ફોન નંબર 100 ઉપર રજૂ કરી શકશે.