મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ પર મોટું જહાજ નમી ગયું, અકસ્માતને પગલે અનેક કન્ટેનર દરિયામાં ગરકાવ

કચ્છના મુન્દ્રા ખાતે આવેલા મુન્દ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (MICT) ખાતે આજે એક જેટી પર લાંગરેલુ કાર્ગો જહાજ કોઈ કારણોસર અકસ્માતે નમી જવા પામ્યું છે. જેના કારણે જહાજમાં લોડ થયેલા કાર્ગો કન્ટેનર દરિયાના પાણીમાં પડી ગયા છે.

મુન્દ્રા પોર્ટ MICT ટર્મિનલ પર મોટું જહાજ નમી ગયું, અકસ્માતને પગલે અનેક કન્ટેનર દરિયામાં ગરકાવ

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: મુન્દ્રા પોર્ટના ઈન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ પર લાંગરેલું કાર્ગો જહાજ નમી જતા કન્ટેનર દરિયામાં ખાબક્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, કચ્છના મુન્દ્રા ખાતે આવેલા મુન્દ્રા ઇન્ટરનેશનલ કન્ટેનર ટર્મિનલ (MICT) ખાતે આજે એક જેટી પર લાંગરેલુ કાર્ગો જહાજ કોઈ કારણોસર અકસ્માતે નમી જવા પામ્યું છે. જેના કારણે જહાજમાં લોડ થયેલા કાર્ગો કન્ટેનર દરિયાના પાણીમાં પડી ગયા છે. પોર્ટ ખાતે સર્જાયેલી ઘટનાના પગલે પોર્ટ તંત્રમાં ભાગદોડ મચી ગઇ હતી અને નમી ગયેલા જહાજને યુદ્ધના ધોરણે સીધું કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી. આ બનાવમાં કુલ કેટલા કન્ટેનર દરીયામાં પડી ગયા છે.

પોર્ટ વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવી
આ અંગે આધારભૂત સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મુન્દ્રાના MICT ખાતે આજે બપોરે જેટી પર લાંગરેલા સિયા એક્સપ્રેસ નામનું કાર્ગો વેસલ અચાનક એક તરફ નમી ગયું હતું. લોડ વેસલમાંથી અમુક કન્ટેનર કાર્ગો પાણીમાં પડી ગયા હતા. કુલ કેટલા કન્ટેનર પાણીમાં પડી ગયા છે તેની પોર્ટ તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જ્યારે નમી ગયેલા પનામાં ફ્લેગ ધરાવતા જહાજને ક્રેનની મદદ વડે સીધું કરવાની કામગીરી તુરંત શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news