સતત 10 દિવસથી વ્યક્તિના નાકમાંથી લોહી નીકળતું હતું, ડોક્ટરોએ જોયું તો હાજા ગગડી ગયા, જુઓ VIDEO
ચીનના ગુઆંગ્શીના બેહાઈ શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જે અંગે જાણીને તમે દંગ રહી જશો.
નવી દિલ્હી: ચીનના ગુઆંગ્શીના બેહાઈ શહેરમાંથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જે અંગે જાણીને તમે દંગ રહી જશો. બેહાઈ શહેરમાં રહેતા એક વ્યક્તિના નાકમાંથી 10 દિવસથી સતત લોહી વહી રહ્યું હતું. પહેલા તો વ્યક્તિને લાગ્યું કે તે સામાન્ય છે, પરંતુ જ્યારે અનેક દિવસો વિત્યા બાદ પણ લોહી વહેવાનું બંધ ન થયું તો ડોક્ટર પાસે પહોંચી ગયો. ડોક્ટરે જ્યારે તેના નાકને જોયું તો તેઓ દંગ રહી ગયાં. વાત જાણે એમ હતી કે વ્યક્તિના નાકમાં એક નહીં પરંતુ એક નહીં પણ બે જળો ચોંટેલી હતી. જે સતત તેનું લોહી ચૂસી રહી હતી. જો કે વ્યક્તિના નાકમાં આ જળો કેવી રીતે ઘૂસી તે અંગે તે વ્યક્તિને પણ કઈ જ ખબર નહતી. પરંતુ નાકમાં જળો જોઈને ડોક્ટરની સાથે તે વ્યક્તિના પણ હોશ ઉડી ગયાં હતાં.
મળતી માહિતી મુજબ કાઓ નામની વ્યક્તિ કે જે પત્ની સાથે ડોક્ટર પાસે પહોંચ્યો હતો. કાઓની પત્નીએ જણાવ્યું કે જ્યારે કાઓના નાકમાંથી લોહી વહેવાનું શરૂ થઈ ગયું તો તેણે પતિને તરત ડોક્ટર પાસે જવાનું કહ્યું હતું. પરંતુ કાઓને લાગ્યું કે જલદી સારો થઈ જશે. જો કે એવું થયું નહીં અને કાઓની સમસ્યા વધતી જ ગઈ. ત્યારબાદ તે ડોક્ટરની પાસે પોતાની સમસ્યા લઈને પહોંચ્યો અને ડોક્ટરે જ્યારે કાઓના નાકનું ચેકઅપ કર્યું તો તેમને કાઓના નાકની અંદર જળો ચોંટેલી જોવા મળી.
જુઓ VIDEO
વિદેશના વધુ સમચારો વાંચવા માટે કરો ક્લિક...