ઇસ્લામાબાદઃ ક્યારેક ભારત વિરુદ્ધ વિવાદિત નિવેદન આપવા તો ક્યારેક સાઉદી અરબ વિરુદ્ધ અપશબ્દો બોલીને પાકિસ્તાનને શરમમાં મુકનાર વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશી (Mahmoud Qureshi) એકવાર ફરી અનોખી ઘટનાને કારણે ચર્ચામાં છે. આ વખતે મુલ્તાનમાં તેના સમર્થકો વચ્ચે કેકને લઈને શરૂ થયેલા જંગનો વીડિયો સોશિલય મીડિયામાં સામે આવ્યો છે. વીડિયોમાં કુરૈશી કેક કાપતા જોવા મળી રહ્યાં છે અને કોરોના વાયરસ (Corona virus) મહામારી છતાં મોટી સંખ્યામાં લોકો હાજર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રિપોર્ટ પ્રમાણે કુરૈશી  (Mahmoud Qureshi) એ મુલ્તાનમાં એક રોડનું ઉદ્ઘાટન કર્યુ હતું. તેનો જશ્ન મનાવવા માટે એક મોટી કેક બનાવવામાં આવી. વીડિયોમાં જોઈ શકાય છે કે સમર્થકોથી ઘેરાયેલી કુરૈશીસ કેક કાપે છે. ત્યારબાદ તે નિકળી જાય છે અને તેની પાછળ લોકોમાં કેક માટે જંગ શરૂ થાય છે. જોત-જોતામાં લોકો કેક હાથ ભરી-ભરૂને લૂટી જતા રહે છે. 


Imran Khan ના નવા પાકિસ્તાનમાં મોટાભાગના હિન્દુ ધાર્મિક સ્થળોની સ્થિતિ ખુબ ખરાબ  


વાયરલ થયો વીડિયો
પાછલા વર્ષે તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો જેમાં જોવા મળી રહ્યું છે કે પાકિસ્તાની વિદેશ મંત્રીઓએ મહિલાઓ અને યુવતીઓના વાળ કાપ્યા. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે મહિલાઓએ કુરૈશી પ્રત્યે નિષ્ઠા દેખાડવા માટે વાળ કપાવ્યા. ત્યારબાદ મહિલાઓએ કુરૈશીને પૈસા અને સોનું આપ્યું હતું. ધર્મના નામ પર મહિલાઓને લૂટતા પાકિસ્તાનમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube