VIDEO : સિયોલમાં પ્રદર્શન કરી રહેલા પાક. સમર્થકોને શાઝિયા ઈલ્મીએ આપ્યો જડબાતોડ જવાબ
ભાજપનાં નેતા શાઝિયા ઈલ્મી સિયોલમાં યુનાઈટેડ પીસ ફેડરેશન કોન્ફરન્સમાં ભાગ લેવા ગયાં હતાં, તેમની સાથે RSSના કાર્યકર્તા પણ હતા
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં મોદી સરકાર દ્વારા કલમ-370 દૂર કરાયા પછી પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સ્તરે ચારેય તરફ નાલેષી મળ્યા પછી પણ નાપાક હરકતો કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના સિયોલમાં કંઈક આવું જ જોવા મળ્યું. અહીં એક ચાર રસ્તા પર પાકિસ્તાની સમર્થકો હાથમાં કાશ્મીર સંબંધિત બેનર લઈને ભારત વિરોધી પ્રદર્શન કરી રહ્યા હતા. એ દરમિયાન ભાજપનાં નેતા શાઝિયા ઈલ્મી ત્યાંથી પસાર થયા. ભારત વિરોધી નારા સાંભળીને તેમનાથી રહેવાયું નહીં અને પાક. સમર્થકોને બરાબર ખખડાવી નાખ્યા.
શાઝિયા ઈલ્મી કારમાંથી ઉતરીને સીધી જ પાકિસ્તાની સમર્થકો પાસે પહોંચી ગઈ હતી. તેમને કહ્યું કે હું ભારતની છું અને તમે અમારા વડાપ્રધાન તથા દેશનું અપમાન કરી શકો નહીં. આ સાંભળીને પાક સમર્થકોએ નારા લગાવાનું શરૂ કરી દીધુંહતું. જેના જવાબમાં શાઝિયા ઈલ્મીએ પણ જોર-જોરથી ભારત ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.
શાઝિયાએ જણાવ્યું કે, તે અને અન્ય બે લોકો સિયોલમાં આયોજિત યુનાઈટેડ પીસ ફેડરેશન કોન્ફરન્સમાં ગ્લોબલ સિટિઝન ફોરમના પ્રતિનિધિમંડળ તરીકે ગઈ હતી. કોન્ફરન્સ પછી તેઓ ભારતીય દુતાવાસ ગયા હતા અને ત્યાંથી હોટલ પાછા જતા હતા ત્યારે રસ્તામાં આ ઘટના ઘટી હતી.
જૂઓ LIVE TV....