વોશિંગ્ટન: 20 જાન્યુઆરીના અમેરિકા (America)માં ભાવી રાષ્ટ્રપતિ જો બાઈડેન (Jo Biden) શપથ લેવા જઈ રહ્યા છે. આ પહેલાં ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે (Melania Trump) તેમના વિદાય ભાષણમાં મોટું નિવેદન આપ્યું છે. મેલાનિયા ટ્રમ્પે કહ્યું છે કે, હિંસાને (Violence) ક્યારેય ન્યાયી ઠેરવી શકાતી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મેલાનિયા ટ્રમ્પનો વીડિયો મેસજ
અમેરિકાની ફર્સ્ટ લેડી (First Lady) તરીકે છેલ્લી વખત વાત કરાત મેલાનિયા ટ્રમ્પે એક વીડિયો મેસેજમાં કહ્યું છે કે, દરેક વસ્તુમાં ઉત્સાહિત થવું પરંતુ આ વાત હમેશાં પાદ રાખો કે હિંસા કોઈ વાતનો જવાબ નથી અને આ માર્ગ ક્યારેય કોઈએ અપનાવવો જોઈએ નહીં.


આ પણ વાંચો:- Coronavirus: તપાસ ટીમે China અને WHOનો કર્યો ઘેરાવો, જાણો શું કહ્યું રિપોર્ટમાં


અમેરિકામાં કેમ ફેલાઈ હિંસા
ચૂંટણી બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) હજારો સમર્થકોની વચ્ચે ભાષણ આપ્યું જેમાં તેમણે ચૂંટણીને ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો. જે બાદ ટ્રમ્પ સમર્થકોએ કેપિટોલ હિલમાં (Capitol Hill) પ્રવેશ કર્યો હતો અને હિંસા કરી હતી જેમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. અમેરિકન ઇતિહાસમાં આવી હિંસા ક્યારેય જોવા મળી ન હતી, પરંતુ તે પછી મીડિયા અને પબ્લિક લોકોના આક્રમણમાં આવ્યા.


આ પણ વાંચો:- એક મહિલા હાથી પાસે કરાવી રહી છે મસાજ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો


અમેરિકાના ઇતિહાસમાં પ્રથમ વખત
યુએસના ઇતિહાસમાં પહેલીવાર ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પે બીજા અને ત્રીજા માળે રહેતા ક્વાર્ટર્સના ઓફિશિયલ વોકથ્રૂ માટે વ્હાઇટ હાઉસની આગામી ફર્સ્ટ લેડી જિલ બાઈડેનને (Jill Biden) આમંત્રણ આપ્યું ન હતું. મેલાનિયાએ તે પરંપરાને તોડી છે, જેના અંતર્ગત મિશેલ ઓબામાએ (Michelle Obama) મેલાનિયા ટ્રમ્પને ત્યારે પણ આમંત્રિત કરી હતી જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે બરાક ઓબામાની નાગરિકતા પર સવાલ ઉઠાવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube