એક મહિલા હાથી પાસે કરાવી રહી છે મસાજ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

તમે ઘણા પ્રકારની મસાજ જોઈ હશે અને તેના વિશે સાંભળ્યું હશે. હાલમાં જ સ્નેક મસાજનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બિનઝેરી સાપ દ્રારા લોકોની મસાજ કરવામાં આવતી હતી. પણ શું તમે ક્યારેય કોઈ હાથીને વ્યક્તિઓની મસાજ કરતા જોયો છે?

Updated By: Jan 18, 2021, 11:09 PM IST
એક મહિલા હાથી પાસે કરાવી રહી છે મસાજ, સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર હાથી મસાજનો વીડિયો સામે આવ્યો છે. જેમાં હાથીની મસાજ નહીં પણ હાથી દ્રારા વ્યક્તિઓની મસાજ કરવામાં આવે છે. ભારી ભરખમ હાથી તમારા શરીર પર તેનો પગ મુકશે અને તમારા શરીરનો બધો થાક થઈ જશે છુમંતર. જુઓ આખરે કેવી રીતે થાય છે હાથી મસાજ.

તમે ઘણા પ્રકારની મસાજ જોઈ હશે અને તેના વિશે સાંભળ્યું હશે.
હાલમાં જ સ્નેક મસાજનો વીડિયો વાયરલ થયો હતો જેમાં બિનઝેરી સાપ દ્રારા લોકોની મસાજ કરવામાં આવતી હતી. પણ શું તમે ક્યારેય કોઈ હાથીને વ્યક્તિઓની મસાજ કરતા જોયો છે?

જીં.હાં,,હાથી દ્રારા મસાજ..
હાથી મસાજનું નામ સાંભળતા જ જ્યાં ઘણા લોકો ગભરાય ગયા હશે કારણ કે જો ભારે ભરખમ હાથી કોઈ વ્યક્તિ પર પગ મુકે તો વ્યક્તિની શું હાલત થાય. તો જો તમારા મનમાં પણ હાથી મસાજને લઈને ભય હોય તો ગભરાશો નહીં.

USA: બાઈડેનના શપથ ગ્રહણ પહેલા હાઈ એલર્ટ, અમેરિકી સંસદ કેપિટલ બિલ્ડિંગ બંધ 

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ટેબલ પર સુતી છે અને એક હાથી મહિલાના પગ,કમર અને માથા પર સુંઢથી તેની મસાજ કરે છે. અને હવે જુઓ આ હાથી તેનો પગ મહિલાના શરીર મુકી દે છે પણ તેમ છતાં મહિલાને હાથીનો પગ ભારે લાગતો નથી.

વીડિયોમાં તમે હાથીની સમજદારી પણ જોઈ શકો છો કે આ હાથીને ખબર છે કે શરીર પર કેટલા દબાણની જરુર છે. વીડિયોમાં મહિલા તો હાથી મસાજની મજા લઈ રહી છે સાથે સાથે હાથીને પણ મસાજ કરવામાં મજા આવી રહી છે. તો આ હાથી મસાજથી શું ફાયદો થાય છે તેની તો જાણકારી નથી પણ સોશિયલ મીડિયા પર હાથી મસાજને લઈને મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે.

કેટલાક લોકોને આ વીડિયો મજેદાર લાગી રહ્યો છે તો કેટલાક લોકો હાથી મસાજની આલોચના પણ કરી રહ્યા છે. વીડિયો થાઈલેન્ડનો હોવાનું મનાઈ રહ્યું છે.
 

ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube