VIDEO : જ્યારે `સ્પાઇડર મેન` લટકી ગયો છત પર અને બચાવ્યો બાળકનો જીવ
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગયો છે
પેરિસ : તમે અત્યાર સુધી સ્પાઇડર મેનની વાર્તાઓ સાંભળી હશે પણ પેરિસના લોકોએ હાલમાં રિયલ લાઇફ 'સ્પાઇડર મેન'ને જોયો છે. હકીકતમાં એક ચાર વર્ષનો બાળક રમતરમતમાં ચોથા માળથી લટકી ગયો હતો. આ સમયે તેને બચાવવા એક વ્યક્તિ રિયલ લાઇફ સ્પાઇડર મેન બની ગયો હતો.
યે હે મોહબ્બતેં : હવે મરશે બીજું મહત્વનું પાત્ર, લેટેસ્ટ ટ્વિસ્ટ જાણવા કરો ક્લિક
દક્ષિણ પેરિસમાં શનિવારે સવાલે આઠ વાગ્યે એક બાળક છ માળની ઇમારતના ચોથા માળની બાલકનીમાં રમી રહ્યો હતો અને એકાએક બાલકનીની બહાર લટકી ગયો હતો. આ સમયે મામોઉદોઉ ગસામા નામની એક વ્યક્તિ પોતાની પરવા કર્યા વગર સ્પાઇડર મેનની જેમ ઇમારત પર ચડવા લાગી અને બાળકને બચાવી લીધો હતો.
પેરિસના આ 'સ્પાઇડર મેન'ની હરકતને કેમેરામાં શૂટ કરી દેવામાં આવી હતી. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને લોકો યુવાનની બહાદુરીના વખાણ કરી રહ્યા છે. આ યુવક માલીનો રહેવાસી હતો અને નોકરીની શોધમાં થોડા સમય પહેલાં જ પેરિસ આવ્યો હતો. પેરિસના મેયરે જણાવ્યું છે કે આ યુવકની સાહસિકતા ઉદાહરણીય છે અને પેરિસ એને મદદ કરવા માટે તમામ મદદ કરશે.
બાળકના માતા-પિતા પહેલાં જ આ વાતની સૂચના ફાયર બ્રિગેડને આપી ચૂક્યા હતા પણ જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી ત્યારે બાળકને યુવકે બચાવી લીધો હતો. ફાયર બ્રિગેડેના અધિકારીઓએ પણ યુવકની ફિટનેસ અને તેમજ સાહસના વખાણ કર્યા છે.