નવી દિલ્હી: આજકાલ લોકો ફેમસ થવા માટે જાત જાતના ગતકડા કરે છે. લોકો વચ્ચે પોતાની ઓળખ બનાવવા માટે કોઈ પણ જોખમ ઉઠાવવા માટે તૈયાર રહે છે. ખતરનાક જગ્યાઓ પર સેલ્ફી લઈને તેને સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. ખતરનાક સ્ટંટવાળા વીડિયો બનાવવા લાગે છે. પરંતુ આ બધા વચ્ચે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકે છે અને ક્યારેક તો તે જીવલેણ પણ  સાબિત થાય છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહ્યો છે. એક યુવતી જીવતો ઓક્ટોપસ ખાવાની કોશિશ કરે છે પરંતુ તેનો દાવ ઉલટો પડે છે અને ઓક્ટોપસ સીધો તેના પર એટેક કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાઈરલ વીડિયો ચાઈનીઝ બ્લોગર Kuaishouનો છે. જે સોશિયલ મીડિયા પર 'સીસાઈડ ગર્લ લિટલ સેવન' (Seaside girl Little Seven) ના નામથી ફેમસ છે. Kuaishouએ લાઈવ સ્ટ્રિમિંગ વખતે એક જીવતો ઓક્ટોપસ પકડ્યો અને તેને ખાવાની કોશિશ કરી, પરંતુ તેની આ કોશિશ તેના પર ભારે પડી ગઈ અને ઓક્ટોપસે સીધો તેના પર હુમલો કરી નાખ્યો અને તના આખા મોઢાં અને નાક તથા આંખમાં તે ખરાબ રીતે ચીપકી જાય છે. Kuaishou તેને મોઢાં પરથી દૂર કરવાની કોશિશ કરે છે અને તે સફળ પણ થાય છે પરંતુ ત્યાં સુધીમાં તો ઓક્ટોપસે તેના મોઢા પર એટેક કરતા તે ઈજાગ્રસ્ત  થઈ જાય છે. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...