કીવ: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 24મો દિવસ છે. રશિયા યુક્રેનના લગભગ દરેક શહેરને નિશાન બનાવી રહ્યું છે. મિસાઈલ વરસાવી રહ્યું છે. રોકેટ છોડે છે. પરંતુ તેની નજર તો રાજધાની કીવ પર જ છે. યુક્રેને કીવ માટે એવો ચક્રવ્યૂહ રચ્યો છે જેને ભેદવામાં રશિયાની સેના અત્યાર સુધી નિષ્ફળ રહી છે. હવે યુક્રેને દાવો કર્યો છે કે તેણે કીવ પાસેના 30 મહત્વના ઠેકાણાઓ પર કબજો કરી લીધો છે. આ સાથે જ એમ પણ કહ્યું કે રશિયાની સેનાને તેમણે 70 કિમી દૂર ખદેડી મૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કીવ પર કબજો જમાવવા માંગે છે રશિયા
રશિયા-યુક્રેન વોર કેટલાક દિવસ ચાલશે તે કોઈ જાણતું નથી કારણ કે જ્યાં સુધી કીવ પર કબજો ન થાય ત્યાં સુધી રશિયા શાંત બેસશે નહીં અને બીજી બાજુ યુક્રેન પર હથિયાર હેઠા મૂકશે નહીં. રશિયા ઈચ્છે છે કે જેમ બને તેમ જલદી કીવ પર કબજો થાય અને યુક્રેને કોઈ પણ શરત વગર નમવું પડે. 


યુક્રેનની સેનાએ કર્યો જબરદસ્ત કાઉન્ટર એટેક
પરંતુ યુક્રેની સેનાએ જે પ્રકારે કાઉન્ટર એટેક કર્યો છે તેનો અંદાજો રશિયા તો શું કોઈને નહીં હોય. યુક્રેનના મીડિયાએ દાવો કર્યો છે કે યુક્રેનની સેનાના જાંબાઝ સૈનિકોએ એકવાર ફરીથી રાજધાની કીવ પાસેના 30થી વધુ  વિસ્તારો પોતાના કબજામાં લીધા છે અને રશિયાની સેનાને જડબાતોડ જવાબ આપતા યુક્રેનની સેનાએ એકવાર ફરીથી રશિયાને રાજધાની કીવથી 70 કિમી દૂર ધકેલી દીધા છે. 


રશિયાની સેનાને મળી રહી છે કાંટાની ટક્કર
યુક્રેનના સૈનિકો જે રીતે લડત આપી રહ્યા છે ત્યારબાદ રશિયા હવે કીવ પર કબજો જમાવવા માટે પોતાના ઘાતક હથિયારોના ઉપયોગની યોજના ઘડી રહ્યું છે અને કીવને ચારેબાજુથી ઘેરવા માટે તે કીવ સહિત અલગ અલગ શહેરોમાં પોતાની તોપો અને ટેંકોથી સતત હુમલા કરી રહ્યું છે. 


Covid-19: ચીનમાં કોરોનાનો વિકરાળ ભરડો, એક વર્ષ બાદ નોંધાયું મોત, આ દેશોમાં પણ વકરી રહી છે સ્થિતિ


નોંધનીય છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર જેલેન્સ્કીએ કહ્યું કે યુક્રેનની શાંતિ અને સુરક્ષા જ રશિયાની ભૂલો અને નુકસાનને ઓછું કરી શકે છે. રશિયા નહીં અટકે તો તેને ભારે નુકસાન થશે. હવે મુલાકાતઅને વાતચીતનો સમય છે. વાતચીતથી જ રશિયા પોતાના નુકસાનને ઓછું કરી શકે છે. યુક્રેનની ક્ષેત્રીય અખંડિતતા કાયમ રાખવી જરૂરી છે. 


રશિયાએ આર્મેનિયાથી સેના બોલાવી
રશિયાએ યુક્રેન વિરુદ્ધ પોતાના હુમલાનું સમર્થન કરવા માટે આર્મેનિયાથી સૈનિકોને પાછા બોલાવવાની પણ યોજના ઘડી હોવાના રિપોર્ટ્સ છે. આજે પણ રશિયાના સૈનિકો સતત યુક્રેનના શહેરો પર ખુબ  બોમ્બ વરસાવી રહ્યા છે. 


OMG: મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી નીકળી એવી વસ્તુ...જોઈને ડોક્ટર્સના તો હોશ ઉડી ગયા


રશિયાએ હાઈપરસોનિક મિસાઈલનો કર્યો ઉપયોગ?
રિપોર્ટ્સ મુજબ યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાએ શુક્રવારે પહેલીવાર યુક્રેન પર પોતાની આધુનિક હાઈપરસોનિક મિસાઈલોથી હુમલો કર્યો છે. રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે રશિયાની સેનાએ આ મિસાઈલનો ઉપયોગ પશ્ચિમ યુક્રેનમાં એક હથિયાર ભંડારને નષ્ટ કરવા માટે કર્યો છે. રશિયાએ આ અગાઉ યુદ્ધમાં ક્યારેય સ્વીકાર્યું નથી કે તેણે ઉચ્ચ કોટિના હથિયારોનો ઉપયોગ કર્યો છે. રશિયાની સમાચાર એજન્સી RIA નોવેસ્તીએ કહ્યું કે પશ્ચિમ યુક્રેનમાં સંઘર્ષ દરમિયાન કિંજલ હાઈપરસોનિક હથિયારોનો પહેલો પ્રયોગ છે. અત્રે જણાવવાનું કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કિંજલ (ડૈગર) મિસાઈલને એક આદર્શ હથિયાર ગણાવ્યું છે. જે ધ્વનિની ગતિથી 10 ગણું વધારે ઝડપથી ઉડાણ ભરે છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube