Covid-19: ચીનમાં કોરોનાનો વિકરાળ ભરડો, એક વર્ષ બાદ નોંધાયું મોત, આ દેશોમાં પણ વકરી રહી છે સ્થિતિ

ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી લગભગ 9 કરોડ લોકોને સંપૂર્ણ રીતે કે આંશિક રીતે લોકડાઉનમાં ધકેલી દેવાયા છે. ચીનમાં કોરોનાના નવા કેસ સતત સામે આવી રહ્યા છે. 

Covid-19: ચીનમાં કોરોનાનો વિકરાળ ભરડો, એક વર્ષ બાદ નોંધાયું મોત, આ દેશોમાં પણ વકરી રહી છે સ્થિતિ

બેઈજિંગ: ચીનમાં એક વર્ષથી વધુ સમય બાદ પહેલીવાર બે લોકોના કોરોના સંક્રમણથી મોત થયા છે. ચીનમાં બે તૃતિયાંશ પ્રાંત કોરોનાના ખુબ જ ચેપી સ્ટેલ્થ ઓમીક્રોન વેરિએન્ટની ઝપેટમાં આવી ગયા છે. જેનાથી લગભગ 9 કરોડ લોકોને સંપૂર્ણ રીતે કે આંશિક રીતે લોકડાઉનમાં ધકેલી દેવાયા છે. ચીનમાં કોરોનાના નવા કેસ સતત સામે આવી રહ્યા છે. આ જ કારણ છે કે તેને વુહાન મહામારી બાદ સૌથી મોટું સંક્રમણ ગણાવવામાં આવી રહ્યું છે. તજજ્ઞોએ ચેતવણી આપી છે કે જો ચીનમાં આ જ પ્રકારે કોરોના વધતો રહ્યો તો તે સમગ્ર દેશને પોતાની ઝપેટમાં લઈ લેશે. 

ચીનના નેશનલ હેલ્થ કમિશને શનિવારે જણાવ્યું કે દેશમાં કોરોના વાયરસ સંક્રમણથી બે લોકોના મોત થયા છે. જાન્યુઆરી 2021 બાદથી પહેલીવાર મૃતક સંખ્યામાં વધારો નોંધાયો છે. ચીનમાં કોરોના વાયરસના ઓમીક્રોન વેરિએન્ટથી સંક્રમણના કેસ વધ્યા છે. કોરોના સંક્રમણથી બે લોકોના મોત ઉત્તર પૂર્વ જિલિન પ્રાંતમાં થયા છે. ત્યારબાદ દેશમાં મૃતકોની સંખ્યા વધીને 4638 થઈ ગઈ છે. ચીનમાં શનિવારે કોરોના સંક્રમણના 2157 નવા કેસ સામે આવ્યા. જે સંક્રમણના સામુદાયિક પ્રસાર સંલગ્ન છે. 

જિલિન પ્રાંતમાં મુસાફરી પ્રતિબંધો લાગ્યા
કોરોના સંક્રમણના મોટા ભાગના કેસ ચીનના જિલિન પ્રાંતથી સામે આવ્યા છે. સંક્રમણના પ્રસારને રોકવા માટે જિલિન પ્રાંતમાં મુસાફરી પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે અને લોકોને મુસાફરી માટે પોલીસની મંજૂરી ફરજિયાત કરવામાં આવી છે. ચીનના વુહાન શહેરથી વર્ષ 2019ના અંતમાં ફેલાયેલા સંક્રમણ બાદથી અત્યાર સુધીમાં 4636 લોકોના મોત થયા છે. આ આંકડાને એપ્રિલ 2020માં એકવાર અપડેટ કરાયો હતો. 

દક્ષિણ કોરિયા
ચીનની સાથે સાથે દક્ષિણ કોરિયા પણ હાલ કોરોના વાયરસના પ્રકોપ સામે ઝઝૂમી રહ્યો છે. રાજધાની સિયોલમાં કોરોનાના દૈનિક મોતનો આંકડો રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. કોરોનાના એક દિવસમાં રેકોર્ડ 621,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. નવા કેસમાંથી મોટાભાગના કેસ ઓમિક્રોનના છે. આવામાં કોરિયામાં હોસ્પિટલ અને મેડિકલ સપ્લાયને લઈને લોકોની ચિંતા વધી ગઈ છે. દક્ષિણ કોરિયામાં કોવિડની સ્થિતિ જોતા શાળા કોલેજો બંધ કરવાની સલાહ આપવામાં આવી છે. 

હોંગકોંગ
કોવિડની ભીષણ લહેરનો સામનો કરી રહેલા હોંગકોંગમાં કોરોનથી સંક્રમિત થનારા લોકોની કુલ સંખ્યા 10 લાખ પાર પહોંચી ગઈ છે. મહામારીની આ લહેરમાં ચીનની અપેક્ષાએ હોંગકોંગમાં વધુ લોકોના મોત થયા છે. હોંગકોંગના સ્વાસ્થ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ શુ્કવારે નવા 20,079 કેસ નોંધાયા. ત્યારબાદ શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 10,16,944 થઈ ગઈ. હોંગકોંગ પાછા ફરનારા નાગરિકો માટે 14 દિવસ સુધી આઈસોલેશનમાં રહેવું ફરજિયાત છે તથા શાળા કોલેજો, જીમ, સમુદ્ર તટો અને અન્ય સ્થળોને બંધ કરવાના આદેશ અપાયા છે. 

ઈટલી
ઈટલીની રાજધાની રોમમાં ગુરુવારે કોરોનાના 79,895 નવા કેસ નોંધાયા. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે શુક્રવારે 72,568 કેસ નોંધાયા અને 128 લોકોના મોત પણ થયા. વર્ષ 2020માં બ્રિટન બાદ યુરોપમાં બીજો સૌથી વધુ પ્રભાવિત દેશ કોઈ હોય તો તે ઈટલી હતો. અહીં પ્રતિદિન દસ લાખ સુધી કેસ નોંધાતા હતા. ઈટલીમાં અત્યાર સુધીમાં 13.65 મિલિયન કેસ નોંધાયા છે. એકવાર ફરીથી કોરોના વધતા લોકોમાં ચિંતા વધી છે. 

જર્મની
જર્મનીની રોગ નિયંત્રણ એજન્સીએ છેલ્લા 24 કલાકમાં 294,931 નવા કેસ નોંધ્યા છે. રોબર્ટ કોચ ઈન્સ્ટિટ્યૂટે કહ્યું કે 278 લોકોના કોરોનાથી મોત થયા છે. જે મહામારીની શરૂઆત બાદ કુલ મોતનો આંકડો વધીને 126,420 થયો છે. અહીં કોરોનાના નવા કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. જેના પગલે લોકોને માસ્ક પહેરવાની અને સ્ટેડિયમમાં દર્શકોને મર્યાદિત કરવાની સલાહ પણ અપાઈ છે. આ ઉપરાંત જર્મનીમાં કોરોના વાયરસ હોટસ્પોટમાં પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે જેથી કરીને કોરોનાને આગળ વધતો રોકી શકાય. 

સ્ટેલ્થ ઓમિક્રોનના કારણે ઉછાળો!
એએફપીનું એક અનુમાન જણાવે છે કે ફ્રાન્સ, ઈંગ્લેન્ડ અને ઈટલીમાં ગત અઠવાડિયાની અંદર કેસમાં 30 ટકાથી વધુનો વધારો જોવા મળ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ કહ્યું કે કોરોના આંકડામાં આ ઉછાળો ટિપ ઓફ ધ આઈસબર્ગ છે. કોરોનાની તાજી લહેર પાછળ આ કારણ પણ ગણાવ્યા છે. 

સ્ટેલ્થ ઓમિક્રોન- ઓમિક્રોનનો એક સ્ટેલ્થ સબ વેરિએન્ટ સામે આવ્યો છે. એવું માનવામાં આવી રહ્યું છે કે ચીનમાં વધતા કોરોના પાછળ આ કારણ હોઈ શકે છે. BA.2 કહેવાતો આ સબ વેરિએન્ટ સ્પાઈક પ્રોટીનમાં અનેક પ્રમુખ મ્યૂટેશન્સ નથી જેના કારણે તે રેપિડ પીસીઆર ટેસ્ટ્સની પકડમાં આવતો નથી. WHO એ કહ્યું કે હાલ BA.2 અંગે કોઈ પણ મત બનાવવો ઉતાવળ હશે. તે પોતાના પેરેન્ટ સ્ટ્રેનથી વધુ ગંભીર લક્ષણ આપતો નથી. ચિંતા એ પણ છે કે BA.1 અને BA.2 મિક્સ થઈને નવો સબ વેરિએન્ટમાં ફેરવાઈ શકે છે. ઈઝરાયેલમાં આવા બે કેસ સામે આવી ચૂક્યા છે. 

આ બધા વચ્ચે દુનિયાભરમાં કોરોના વાયરસના કેસ વધીને 46.76 કરોડ થઈ ગયા છે. આ મહામારીથી અત્યાર સુધીમાં કુલ 60.7 લાખથી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે 10.77 અબજથી વધુનું રસીકરણ થયું છે. આ આંકડા જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીએ શેર કર્યા છે. તાજા અપડેટમાં જણાવ્યું છે કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃતકો અને રસીકરણની કુલ સંખ્યા વધીને ક્રમશ: 467,671,421, 6,070,281 અને 10,772,862,375 થઈ ગઈ છે. સીએસએસઈ મુજબ દુનિયાના સૌથી વધુ કેસ અને મોત 79,717,219 અને 970,804 સાથે અમેરિકા કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ બન્યો છે. 

કોરોના મામલે ભારત  બીજો સૌથી પ્રભાવિત દેશ બન્યો છે. જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 43,004,005 કેસ સામે આવી ચૂક્યા છે જ્યારે  516,281 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. ત્યારબાદ બ્રાઝીલમાં કોરોનાના 29,584,800 નોંધાયા છે અને 657,098 લોકોના મોત થઈ ચૂક્યા છે. સીએસએસઈના આંકડા મુજબ એક કરોડથી વધુ કેસવાળા અન્ય સૌથી વધુ પ્રભાવિત દેશ ફ્રાન્સ  (24,143,852), યુકે (20,243,664), જર્મની (18,412,185), રશિયા(17,264,828), તુર્કી (14,663,508), ઈટલી (13,724,411) અને સ્પેન (11,324,637) છે. જે દેશોએ 100,000  એક લાખથી વધુ મોતનો આંકડો પાર કર્યો છે તેમાં રશિયા(356,327), મેક્સિકો (321,806), પેરુ (211,691), યુકે (164,099), ઈટલી (157,607), ઈન્ડોનેશિયા (153,411), ફ્રાન્સ (141,869), ઈરાન (139,478) , કોલંબિયા (139,415), આર્જેન્ટિના (127,439), જર્મની (126,686), પોલેન્ડ (114,087), યુક્રેન (112,459) અને સ્પેન (101,703) સામેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news