ન્યૂયોર્કઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દ્વિપક્ષીય વાટાઘાટો યોજી હતી. આ મુલાકાત સંયુક્ત રાષ્ટ્રના વડામથક ખાતે યોજાઈ હતી. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની ભરપૂર પ્રશંસા કરી હતી. પત્રકારોના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે પીએમ મોદીને 'ફાધર ઓફ ઈન્ડિયા' કહીને સંબોધિત કર્યા હતા. તેમણે કહ્યું કે, પીએમ મોદીના મહાન નેતા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીને સૌ કોઈ પસંદ કરે છે. તેઓ આતંકવાદનો સામનો કરવામાં સક્ષમ છે. પત્રકારે જ્યારે આતંકવાદ અને પાકિસ્તાન સાથે જોડાયેલો સવાલ તેમને પુછ્યો તો ટ્રમ્પે કહ્યું કે, હ્યુસ્ટનમાં પીએમ મોદીએ પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશો આપી દીધો છે. સવાલોનો જવાબ આપવા દરમિયાન ટ્રમ્પે પીએમ મોદીની સરખામણી અમેરિકાના પ્રખ્યાત અભિનેતા અને ગાયક એલવિસ પ્રિસ્લે સાથે કરતા કહ્યું કે, મોદી તેમની જેમ જ લોકપ્રિય છે. 


પીએમ મોદીએ ચીનને રોકડું પરખાવ્યું, આતંકી ફંડિંગ પર કાર્યવાહી બાબતે રાજનીતિ ન કરે


ભારત-અમેરિકા વચ્ચે 4.25 લાખ કરોડનો કરાર
આ અગાઉ દ્વીપક્ષીય મુલાકાત દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં પીએમ મોદીએ કહ્યું કે, 'હ્યુસ્ટનના કાર્યક્રમમાં આવવા માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. ટ્રમ્પ મારા મિત્ર છે અને સાથે જ તેઓ ભારતના પણ મિત્ર છે. ભારત અને અમેરિકા વચ્ચે 4.25 લાખ કરોડના વ્યાપારી કરાર થયા છે. તેના દ્વારા 50 હજાર લોકોને રોજગાર મળશે.'


ડોનાલ્ડ ટ્રમ્પ અને PM મોદી સાથે લીધી સેલ્ફી અને બની ગયો 'Smart Boy', જુઓ Viral Video


વડાપ્રધાન મોદીએ કહ્યું કે, "રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક આર્થિક ચમત્કાર કર્યો છે અને આ ભારત માટે ફાયદાકારક રહેશે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે બેઠક કરીશ અને અમે કંઈક સકારાત્મક પરિણામની આશા રાખીએ છીએ. ટ્રમ્પ એક ઉમદા વાટાઘાટોકર્તા છે. તેઓ ડીલ કરવામાં હોંશિયાર છે અને હું તેમની પાસેથી ઘણું બધું શીખી રહ્યો છે."


જુઓ LIVE TV....


દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....